નોકરી કરવાવાળા કર્મચારીઓ માટે ઈપીએફ (ઈપીએફ) સૌથી મહત્મ રિટાયરમેન્ટ સ્કીમ હોય છે. પરંતુ કદાચ જ તમે જાણતા હશો કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીઓફઓ) એક એવી સુવિધા પણ આપે છે જેનો ફાયદો ઉઠાવીને આપ પોતાના ઈપીએફ પર મળનારી ગેરંટેડ રિટર્નનો શ્રેષ્ઠ ફાયદો ઉઠાવી શકો છો. તમને જણાવી દઈએ કે બુધવારના જ ઈપીઓફઓએ પીફ પર મળનારા વ્યાજ દરને 8.65થી ઘટાડીને 8.55 ટકા કરી દીધો છે. અત્યારના સમયમાં આ કોઈપણ સરકારી સ્કીમ પર સૌથી વધારે રિટર્ન આપે છે. એટલે અમે તમને પીએફ ફંડથી કરોડપતિ બનવાની રીત જણાવી રહ્યાં છે.
પીએફમાં મંથલી કન્ટ્રીબ્યૂશન વધારવું પડશે
ઈમ્પલાઈ પ્રોવિડંડ ફંડ એક્ટ પ્રમાણે ઈપીએફઓના કોઈપણ મેમ્બર પીએફમાં પોતાનું મંથલી કન્ટ્રિબ્યૂશન વધારી શકે છે. દરેક મહિને પીએફમાં બેસિક સેલરી અને ડીએના 12 ટકા ભાગ કર્મચારી તરફથી કપાય છે. જ્યાં 12 ટકા કંપનીનો ભાગ હોય છે. સારી વાત એ
છે કે કોઈપણ કર્મચારી પોતાનો માસિક ભાગ વધારી શકે છે. આ બેસિક સેલેરીના 100 ટકા પણ હોય શકે છે.
આને આવી રીતે સમજો
અમિત ચૌહાણ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરે છે તેમની ઉંમર 30 વર્ષ છે. તેઓ 58 વર્ષની ઉંમરમાં નિવૃત થાય છે. અત્યારના સમયે તેમની સેલેરી 15000 રૂપિયા છે અને દર મહિને તેમની સેલેરીનો 12 ટકા પીએફમાં જાય છે. કંપનીના ભાગનો 3.16 ટકા પીએફ
ફંડમાં જાય છે. પીએફ પર અત્યારનો વ્યાજ દર 8.55 ટકા છે. જો તેમની સેલરીમાં 10 ટકા વધારો થાય છે. તો 28 સાલમાં તેમનો કુલ પીએફ ફંડ 1 કરોડ 14 લાખ રૂપિયાની આસપાસ
જો અમિત ચૌહાણ પીએફમાં પોતાનો માસિક ભાગ બેસિક સેલેરીના 12 ટકાથી વધારીને 24 ટકા કરી દે તો તેમનું પીએફ ફંડ બે ગણું થઈ જશે. આ ઉપરાંત તેમના કંપાઉડીંગનો ફાયદો પણ મળે છે. આ ઉપરાંત તેમનો ફંડ તેજીથી વધશે.જો તેઓ મંથલી ભાગ 12
ટકાથી વધારીને 30 ટકા કરી દે તો નિવૃત્તિ સમયે તેમનું ફંડ 2 કરોડ 28 લાખ થઈ જશે. આ રીતે તે પોતાનું ફંડ વધારી શકે છે.