Home » photogallery » બિઝનેસ » Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

Credit Score: જો શિસ્તબદ્ધ રીતે ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ તમારા ઘણાં કામમાં આવી શકે છે. તમે ક્રેડિટ કાર્ડથી સામાન ખરીદીને પછી તેને હપ્તાઓમાં ચૂકવી શકો છો. આટલું જ નહિ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ઘણી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. જો કે, ક્રેડિટ કાર્ડ લેવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. હવે સવાલ એ થાય છે કે, જ્યારે ક્રેડિટ કાર્ડ છે જ નહિ તો ક્રેડિટ સ્કોર કેવી રીતે સારો કરી શકાય.

  • 15

    Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

    સમયસર બિલની ચૂકવણી કરો - સમયસર બિલની ચૂકવણી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે. જો તમે બિલની ચૂકવણી લાંબા સમય સુધી કરતા નથી, તો ધિરાણ કંપીનઓ દ્વારા તમને લોન કે ક્રેડિટ આપવાનું મુશ્કેલ બની જાય છે. એવામાં તેમને લાગે છે કે, તમે વિશ્વાસપાત્ર ગ્રાહક નથી.

    MORE
    GALLERIES

  • 25

    Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

    ભાડાની ચૂકવણી- ભાડાનો પણ તમારા ક્રેડિટ સ્કોર પર ઘણો પ્રભાવ હોય છે. જો કે, ભાડાની ચૂકવણી ત્યાં સુધી તમારા ક્રેડિટ રિપોર્ટમાં નહિ દેખાય જ્યાં સુધી તમે ક્રેડિટ રેટિંગ કંપનીની પાસે પેમેન્ટ દસ્તાવેજ જમા નથી કરાવતા. તમે આ માટે તમારા મકાનમાલિક કે પ્રોપર્ટી મેનેજર સાથે વાત કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 35

    Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

    લોન- તમારો ક્રેડિટ સ્કોર સારો કરવા માટે આ એક સારી અને વિશ્વાસપાત્ર રીત છે. તમે એક લોન લો અને તેને સમય પર ચૂકવી દો. ક્રેડિટ કંપની આ વાત પર ધ્ચાન આપે છે કે, તમે લોનના હપ્તાને નિયમિત રીતે ભરી શકો છો કે નહિ. જો તમે સમયસર ચૂકવણી કરતા રહો તો, તમારો ક્રેડિટ સ્કોર પણ વધતો રહે છે.

    MORE
    GALLERIES

  • 45

    Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

    સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો- મોટેભાગે આ કાર્ડને ક્રેડિટ સ્કોર સારો કરવા માટે જ લેવામાં આવે છે. આમાં સામન્ય રીતે તમને જેટલી ક્રેડિટ આપવામાં આવે છે, તેટલા જ તમારા રૂપિયા જમા કરી લેવામાં આવે છે. એટલા માટે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ સરળતાથી લોકોને મળી જાય છે.

    MORE
    GALLERIES

  • 55

    Credit Score: ક્રેડિટ કાર્ડ વિના કેવી રીતે મજબૂત કરવો ક્રેડિટ સ્કોર, લોન લેવામાં પણ મળશે મદદ

    નોકરી બચાવીને રાખો- તમારી નોકરી ક્રેડિટ સ્કોરનો એક મહત્વપૂર્ણ વિભાગ છે. તે ભલે તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ અસર ન કરે, પરંતુ ક્રેડિટ રેકોર્ડમાં તે ઉલ્લેખ થાય છે. ક્રેડિટ એપ્લિકેશનને મંજૂરી આપતા પહેલા ઘણી કંપનીઓ જુએ છે કે, તમે નોકરીમાં નિયમિત છો કે નહિ.

    MORE
    GALLERIES