ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પાસે તમારૂ નામ, એડ્રેસ, સેક્સ અને પોલિટિકલ ઇન્ટરેસ્ટની તમામ જાણકારી છે. અને આ વાતને લઈને દુનિયાભરમાં બબાલ મચી ગઈ છે. આ ખબર બાદ ઝકરબર્ગને 900 કરોડ ડોલર એટલે કે 58,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને એ પણ 48 કલાકમાં. તમને જણાવી દયે કે ફેસબુકની જબરદસ્ત સફળતા મળતા માર્ક ઝકરબર્ગ વર્ષ 2007માં અરબપતિ બની ગયા હતા. તે સમયે તેઓ 23 વર્ષના હતા. આગળની સ્લાઈડમાં વાંચો આખરે આવું કેમ
બ્રિટશ ડેટા એનાલિટિક્સ ફર્મ 'કૈંબ્રિઝ એનાલિટિકા' હમણાના જ વિવાદનું કારણ છે. ફર્મ પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના ડેટાને ચોરી કરવાનો અને તેનો ઉપયોગ 'ચૂંટણી પ્રચાર'માં કરવાનો આરોપ છે. 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ કંપની ડોનાલ્ડ ટ્રંપને સર્વિસ આપી ચૂકી છે. આ ખુલાસો ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડન ઓબ્ઝર્વરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
એક બ્રિટિશ પ્રોફેસર અલેક્ઝેંડર કોગને ફેસબુક બેસ્ડ એપ ‘thisisyourdigitallife’ બનાવી હતી. પર્સનાલિટી એનાલિસિસ બતાવનાર આ એપને ખુબ જ ઓછી કિંમતમાં 2.70 લાખ યૂઝર્સે ડાઉનલોડ કરી હતી. સાઈન ઈન કરવા માટે ફેસબુક આઈડી-પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે. જેવો જ યુઝર તેનો ઉપયોગ કરે છે. તેનો ડેટા સાથે જ તેમના ફ્રેન્ડ્સના ડેટા પર પણ આ એપથી એક્સેસ કરી શકાય છે. એવામાં જેણે ડાઉનલોડ કર્યુ, તેમનો અને તેમના મિત્રોનો મળીને કુલ 5કરોડ ડેટા આ એપથી એક્સેસ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દયે કે અમેરિકાની ખુફિયા એન્જસીમાં કામ કરી ચુકેલા અને વ્હિસલબ્લોઅર સ્નોડેને કહ્યું કરોડો લોકોનો પ્રાઈવેટ ડેટાને વેંચીને ફેસબૂક પૈસા બનાવે છે.
ફેસબુકનું શું કહેવું છે: તેમનું કહેવું છે કે અમને ન હતી ખબર કે આ રીતે ડેટાની ચોરી થઈ રહી છે. વર્ષ 2015માં કૈંબ્રિઝ એનાલિટિકાએ ફેસબુકથી ડેટા ડિલીટ કરવાનો દાવો કર્યો કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનું કહેવું છે. ફર્મ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સુધી કૈંબ્રિઝ એનાલિટિકા અને કોગેને કંપનીએ પોતાના પ્લેટફોર્મ પરથી બેન કરી દીધી છે. આગળની સ્લાઈડમાં વાંચો છેલ્લા 48 કલાકમાં શું થયું