જો કોઈ ઈ કોમર્સ સાઈટ પર ઉપલબ્ધ સામાનના નામમાં તમને કોઈ પણ ભૂલ લાગી રહી હોય તો હોઈ શકે કે તે પ્રોડક્ટ નકલી હોય. ઘણીવાર બ્રાન્ડના નામ જેવા જ નામ રાખીને ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. બ્રાંન્ડેડ પ્રોડક્ટ જે નામથી આવે છે, તેમના નામની એક વિશેષ ઓળખાણ હોય છે. હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
<br />સોથી મહત્વની અને જરૂરી વાત છે કે, જ્યારે પણ તમે કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાઈટ પરતી પ્રોડક્ટ મંગાવો છો, તો ડિલીવરી દરમિયાન સામાનને સંપૂર્ણ રીતે ચેક કરી લો. કારણ કે, ઘણીવાર જોવા મળ્યુ છે કે, પેકેજમાં પ્રોડક્ટ હોતી જ નથી. ઘણીવાર પેકેટમાંથી તો બટાકા અને પત્થર નીકળે છે. શિપમેન્ટ દરમિયાન આવી છેતરપિંડી થવાની સંભાવના છે.