Home » photogallery » બિઝનેસ » 'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

Mutual Fund House: જો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાતું હશે તો તેનો અર્થ છે કે તેના રોકાણકારોને પણ સારું વળતર મળતું હશે. માટે એક જાણકાર રોકાણકાર તરીકે તમારે એવા જ ફંડ પર રોકાણ કરવું જોઈએ.

विज्ञापन

  • 19

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી (Indian Mutual Fund Industry)માં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ગ્રોથ થયો છે અને તેની સરેરાશ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AAUM) 2018ના માર્ચ ક્વાર્ટરથી 74 ટકાથી વધુ વધીને ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના સમયગાળામાં 40.26 ટ્રિલિયન રૂપિયા થઈ ગઈ છે. જોકે, બધા ફંડ હાઉસે (Fund Houses) નફો કર્યો નથી. ક્રિસિલે (CRISIL Data) શેર કરેલા નફા અને નુકસાનના ડેટા મુજબ 42 ફંડ હાઉસમાંથી 25એ નાણાંકીય વર્ષ 2021-22 માં નફો કર્યો હતો, જે ગત વર્ષે 28 હતા.

    MORE
    GALLERIES

  • 29

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    HDFC એમએફ, SBI એમએફ અને ICICI પ્રુડેન્શિયલ એમએફ સહિત AUMની દ્રષ્ટિએ સૌથી મોટા 12 ફંડ હાઉસિસે નાણાંકીય વર્ષ 2018થી છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષમાં નુકસાન નોંધાવ્યું નથી. જેમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એમએફને ગત નાણાંકીય વર્ષમાં સૌથી વધુ રૂ.1,454.09 કરોડનો વાર્ષિક નફો થયો હતો.

    MORE
    GALLERIES

  • 39

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    ફોરેન AMCsની મુશ્કેલીઓ: ભારતમાં વિદેશી AMCએ સ્કિમ્સમાં નવા ભંડોળ માટે સંઘર્ષ કર્યો છે. સંપત્તિ ગુમાવ્યા બાદ ફ્રેન્કલિન ટેમ્પલટન એમએફ એયુએમ પેકિંગ ઓર્ડરમાં નીચે આવી ગયો છે. પરિણામે એએમસીનો નફો નાણાંકીય વર્ષ 2018 માં 533.96 કરોડ રૂપિયાથી વર્ષ 21માં 154.96 કરોડ રૂપિયા થઈ ગયો હતો. એપ્રિલ 2020માં ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાએ તેના છ ડેટ ફંડ્સ બંધ કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 49

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    HSBC મ્યુચ્યુઅલ ફંડ, જેણે છેલ્લા પાંચ વર્ષમાં તેની એએયુએમ રૂ. 10,000 કરોડથી રૂ. 12,000 કરોડની વચ્ચે રાખી હતી, તેણે 2021માં તેના હરીફ એલ એન્ડ ટી મ્યુચ્યુઅલ ફંડને હસ્તગત કર્યું હતું. જ્યારે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ એયુએમ રેન્કિંગમાં ફંડ હાઉસ છેલ્લા કેટલાંક વર્ષોમાં 15મા અને 17મા સ્થાનની વચ્ચે રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 59

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું, "જો તેમને પૂરતી યોગ્યતા અને ગ્રોથની સંભાવનાઓ દેખાતી ન હોય, તો તેઓ બહાર નીકળી જાય છે. એક બજાર તરીકે ભારત પ્રમાણમાં મુશ્કેલ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સનો પ્રવેશ હજી પણ પ્રમાણમાં ઓછો છે. તેથી, નફાનો માર્ગ થોડો લાંબો હોય છે." જોકે વિદેશી ફંડ હાઉસ મિરાઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે સતત નફો કર્યો છે.

    MORE
    GALLERIES

  • 69

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    નવા મ્યુચ્યુઅલ ફંડ્સ: ગત વર્ષે 0.06 ટકાના એક્સપેન્સ રેશિયો સાથે લોન્ચ થયેલ નવી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડનું એયુએમ જાન્યુઆરી-માર્ચ 2018ના ત્રિમાસિક ગાળામાં રૂ.1,540 કરોડથી વધીને ડિસેમ્બર ક્વાર્ટરના અંતે રૂ. 2,184 કરોડ થયું હતું, એયુએમના સંદર્ભમાં તેનું રેન્કિંગ માર્ચ 2022ના ક્વાર્ટરના અંતે 32થી ઘટીને 35 હતું. ડિસેમ્બર 2022માં સેબીએ ડીએસપી એમએફને તેની એક યોજનાના ખર્ચ ગુણોત્તરને ઓબ્ઝર્બ કરવા બદલ દંડ ફટકાર્યો હતો.

    MORE
    GALLERIES

  • 79

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    પૈસા કમાવા માટે નાના ફંડ: PPFASએ ઓછી સ્કિમ્સ હોવા છતા સારું વળતર આપ્યું છે અને સંપત્તિમાં 31 ગણો વધારો કર્યો છે. ફંડ હાઉસ ભારતની 20મી સૌથી મોટી એએમસી બન્યું છે. PPFAS એસેટ મેનેજમેન્ટનું પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ છેલ્લા ત્રણ અને પાંચ વર્ષના ગાળામાં આ કેટેગરીમાં ટોચનું પ્રદર્શન કરનારી યોજનાઓમાં સામેલ છે. ફંડ હાઉસની કુલ એયુએમ 31,332 કરોડ રૂપિયા છે, જેમાંથી 28,248 કરોડ રૂપિયા તેની ફ્લેક્સી-કેપ સ્કીમ હેઠળ છે.

    MORE
    GALLERIES

  • 89

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    રોકાણના નિર્ણયો લેવા એલ્ગોરિધમ્સ અને ડેટા-સંચાલિત વ્યૂહરચનાઓનો ઉપયોગ કરનાર ફંડ હાઉસ ક્વાન્ટ એમએફની કુલ એયુએમ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષમાં 65 ગણી વધીને રૂ.15,013 કરોડ થઈ છે. જ્યારે ક્રિસિલના ડેટા મુજબ મહિન્દ્રા મનુલાઈફ એમએફ, બેન્ક ઓફ ઈન્ડિયા એમએફ, ક્વોન્ટમ એમએફ અને નવી એમએફ ફંડ હાઉસે છેલ્લા પાંચ નાણાંકીય વર્ષથી ખોટ નોંધાવી છે.

    MORE
    GALLERIES

  • 99

    'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES