

Aadhaar અને PAN કાર્ડમાં ઘણી વખત નામ અલગ અલગ હોવાની ફરિયાદ આવે છે. ઘણી વખત પેન કાર્ડમાં આધાર કાર્ડ કરતાં અલગ નામ પ્રિન્ટ હોય છે. પણ થાય છે એમ કે પેન કાર્ડનાં બેકએન્ડમાં આપનું નામ સાચુ હોય છે. બસ છાપવામાં ભૂલ થઇ જાય છે પણ જો આવું ન હોય તો આપે આધાર અને પેન કાર્ડ લિંક કરાવવાની સમસ્યા આવી શકે છે.


જોકે આ સમસ્યા દૂર કરવી સહેલી છે. આવો જાણીએ.. જો આપનાં પેન કાર્ડમાં ખોટુ નામ છે તો તેને કેવી રીતે સુધારી શકાય.


પેન પર નામ ઠીક કરવા માટે આપે આ લિંક www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવાનું રહેશે.


જે બાદ આપનાં એપ્લીકેશનમાં ટાઇટલ, લાસ્ટનેમ, ફર્સ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, ઇમેલ આઇડી અને પેન નંબર ભરવાનો રહેશે.


આપના માટે એક ટોકન નંબર જનરેટ કરવામાં આવશે. આપે પેન કરેક્શન ફોર્મ અહીં ઓનલાઇન મળી જશે. https://tin.tin.nsdl.com/pan/correctiondsc.html


ઓફલાઇન ચેક કરો આધાર સ્ટેટ્સ- આમ તો આધાર કાર્ડ એપ્લાય કરવાનાં 90 દિવસ બાદ જનરેટ થાય છે. પણ આપ આપનાં આધારનું સ્ટેટ્સ ઘણી રીતે ચેક કરી શકો છો. જેમાં થી એક ઉપાય કોલ કરીને જાણવું પણ છે. જી હીં આવો જાણીએ કે કયા નંબર પર આપે કોલ કરવાથી આધાર કાર્ડ અને પાન કાર્ડનું સ્ટેટ્સ જાણી શકાય છે.


આધાર હોટલાઇન નંબર 1947 પર ફોન કરવાથી આપ આપનો URN નંબર આપીને સ્ટેટ્સ જાણી શકો છો. આ ઉપરાંત આપ પીઓ બોક્સ 1947, જીપીઓ બેંગ્લુરુ 560001 પર પત્ર લખીને પણ સ્ટેટ્સ જાણી શકાય છે. તે ઉપરાંત આપ ફેક્સનાં માધ્યમથી સ્ટેટ્સ જાણી શકો છો. ફેક્સ નંબર છે. -080-2353-1947. અને આખરમાં આપ ઇ-મેલ કરીને સ્ટેટ્સ જાણી શકો છો. ઇમેલ ID છે- help@uidai.gov.in