પીએનબી બેંકના કૌભાંડ સાથે જ ફરી એક વાર નકલી હિરોની વેચાણની ખબરો સામે આવી છે. તેવામાં તમને જો ડાયમંડનો શોખ હોય તો તેની ખરીદી કરતી વખતે તમારે એલર્ટ રહેવું જોઇએ. આમ પણ હાલ ઘનતેરસ પર લોકો નવા દાગીના ખરીદી છે. ત્યારે જો તમે પણ ડાયમંડ વાળા દાગીના ખરીદો છો તો અસલી-નકલી ડાયમંડની આ ઓળખ શીખી લો. જે આવનારા સમયમાં તમારા જ કામમાં આવી શકે છે. જાણો કેવી રીતે તપાસવું કે અસલી અને નકલી હિરોમાં શું ફરક છે.
આ સર્ટિફિકેટ પર સ્ટેમ્પ અને હસ્તાક્ષર હોવા જરૂરી છે. આઇઆઇજી અને જીઆઇએ સર્ટિફિકેટ મહત્વનું છે. અને ક્યારેય પણ બિલ વગરની જ્વેલરીના ખરીદો. ડાયમંડની વિશ્વસનીયતાની તપાસ કરાવી શકાય છે. આઇઆઇજી, જીઆઇએ કે સરકારી લેબમાં તેના ટેસ્ટ શક્ય છે. ઓનલાઇન ઝ્વેલરી ખરીદતી વખતે પણ સર્ટિફિકેટ અને કિંમત પર ધ્યાન આપવું જોઇએ.
હિરાને ગરમ કરશો તો પણ તે તૂટતો નથી. પણ તે સંદિગ્થ પથ્થર હશે તો એક લાઇટરથી 30 સેકન્ડ ગરમ કર્યા પછી તેની પર સીધું ઠંડુ પાણી નો એક ગ્લાસ નાંખો. અને જો તે તેજીથી ફેલાઇ કે સંકોચાઇ જાય તો કે કાંચ કે કાર્ટજ જેવી વસ્તુ બનેલો નકલી હિરો છે. જે પત્થરને અંદરથી તોડી દેશે. જો કે અસલી હિરો ખૂબ જ મજબૂત હોય છે. અને તેની પર આની કોઇ અસર નથી થતી.