અમે તમને એવી જ એક યુવતીની કહાણી જણાવી રહ્યા છીએ, જે રોકાણ અને બચતની કેટલીક ટિપ્સ અપનાવીને માત્ર 29 વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગઈ અને હવે તે આરામથી જિંદગી વિતાવવા માટે રિટાયરમેન્ટની પ્લાનિંગમાં લાગી ગઈ છે. અમેરિકાના લોસ એન્જેલિસમાં રહેનારી કેટી ટીએ માત્ર સારી ફાઈનાન્શિયલ પ્લાનિંગ અને રોકાણ દ્વારા જ તેનું બેંક બેલેન્સ વધાર્યુ અને કરોડોનું ફંડ ભેગુ કરી લીધું.
કેટી ટીએ બચત અને રોકાણની ટિપ્સ અપનાવીને માત્ર 29 વર્ષની ઉંમરમાં જ લગભગ 7 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી લીધું. કેટીનું કહેવુ છે કે, ફંડ વધારવાની પહેલી ટિપ્સ છે પોતાના ખર્ચા પર રોક લગાવવી. મેં જ્યારે બચત વિશે વિચારવાનું શરૂ કર્યુ, બધા જ ગેર જરૂરી ખર્ચા બંધ કરી દીધા. તેણે કહ્યુ તે. પહેલા જીમ, સલૂન અને આઈલેશેઝ પર 50 હજાર રૂપિયા ખર્ચ કરી દેતી હતી, પરંતુ હવે તે ખર્ચા બંધ કરી દીધા અને આ રૂપિયાનું રોકાણ કરવા લાગી.
કેટીએ કહ્યુ કે, તમારે હંમેશા વધારે રૂપિયા કમાવવા વિશે વિચારવું જોઈએ. પહેલા હું ગ્રાફિક્સ ડિઝાઈનવાળી એક કંપનીમાં કામ કરતી હતી, જ્યાં રૂપિયા ઘણા ઓછા હતા. ત્યાંથી નીકળીને હું આઈટી કંપનીમાં આવી ગઈ તે રૂપિયા પણ વધારે મળવા લાગ્યા. તમારે પણ હંમેશા ત્યાં જ નોકરી કરવા વિશે વિચારવું જોઈએ જ્યાં તમને રૂપિયા વધારે મળે.
કેટી જણાવે છે કે, તેણે ત્રીજી ટિપ તે અપવાની કે તેણે રૂપિયાને કામ પર લગાવી દીધા. જો આપણે પોતનું બેંક બેલેન્સ વધારવું છે તો, માત્ર બચતથી કામ નહિ ચાલે, પરંતુ તમારે રોકાણ પર પણ ધ્યાન આપવું પડશે. આ જ કારણ છે કે, હું પણ મારા રૂપિયાનું રિટાયરમેન્ટ ફંડ, હેલ્થ સેવિંગ એકાઉન્ટમાં રોકાણ કરવા લાગી અને ફાયદો ઉઠાવ્યો.