

તહેવારનો સમય શરૂ થવાનો છે તેવામાં આ સમયમાં સોનાનાં ભાવ પણ વધે છે. તેથી અમે આપને જણાવી રહ્યાં છીએ મોદી સરકારની એક એવી સ્કીમ વિશે જે વિશે આપ સસ્તામાં ગોલ્ડ ખરીદી શકો છો. તો જો આપ પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો જાણો આ ખાસ સ્કિમ વિશે જે દ્વારા આપ સોનાનાં ભાવ કરતાં 10 ટકાથી વધુ સસ્તામાં સોનું ખરીદી શકો છો. જો આપ ફેસ્ટિવ સીઝનની પહેલાં સોનું ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો આપે 16થી 17 ટકા સસ્તુ સોનું મળશે. RBI દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડ સેકંડરી માર્કેટમાં ડિસ્કાઉન્ટ પર ટ્રેન્ડ કરે છે. એવામાં આપ તેનો ફાયદો ઉઠાવી શકો છો.


સોનું પણ આપને 24 કેરેટ શુદ્ધ મળશે. તો તેનાં પર 2.5 ટકા વાર્ષિક ગારંટેડ રિટર્ન પણ મળશે. સોવરેન ગોલ્ડ બોન્ડ મોદી સરકારની ખાસ યોજના છે. આગળ જણાવીયે છીએ આપને આ સરકારી યોજનાની માહિતી વિશે.


સોવરેન ગોલ્ડ બોન્ડ મોદી સરકારની યોજના છે, જે હેઠળ ફિઝિકલ ફોર્મની જગ્યાએ સોનું ડીમેટ પેપર ફોર્મેટમાં ખરીદી શકાય છે. તેની વેલ્યૂ 24 કેરેટ ગોલ્ડ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. સરકારની માનીયે તો તેને ફિઝિકલ ફોર્મ એટલે કે જવેલરી, બાર, કોઇનનાં રૂપમાં સાચવવાની ઝંઝટથી આપને મુક્તિ મળશે.


એક વ્યક્તિ જો એક નાણાકીય વર્ષમાં માત્ર 1 ગ્રામ અને વધુમાં વદુ 4 કિલોગ્રામ સુધીનાં મુલ્યનાં બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડ પર વર્ષે 2.3 ટકા વ્યાજ ફિક્સ મળે છે. વ્યાજ રોકાણકારનાં બેંક અકાઉન્ટમાં દર છ મહિને જમા થઇ જાય છે. અંતિમ વ્યાજ મૂળ ધનની સાથે મેચ્યોરિટી પણ આપવામાં આવે છે. મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પણ 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષનો પણ વિકલ્પ છે.


ગોલ્ડ સોવરે બોન્ડ ખરીદવાથી ફિઝિકલ રૂપમાં સોનું સંભાળવાની કોઇ ઝંઝટ રહેતી નથી. તેનો ઉપયોગ લોન લેવા માટે જમાનત તરીકે પણ કરી શકાય છે. બોન્ડ પર વર્ષે 2.50 ટકા રિટર્ન મળવાની ગેરંટી છે. વ્યાજ પર ટેક્સમાંથી પણ મુક્તિ મળે છે.


એક્સપર્ટ્સની માનીયે તો રોકાણકારોએ સોનાની ખરીદી સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા સૌથી સારો વિકલ્પ છે. આ દિવસોમાં MCXA પર સોનાનો ભાવ 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું છે. તો સેકેન્ડરી માર્કેટમાં સોવરેન ગોલ્ડ બોન્ડ 2600થી 2700 રૂપિયા પ્રતિગ્રામનાં હિસાબે ટ્રેન્ડ કરે છે. એટલે કે 16 ટકા સસ્તુ છે.


એક્સપર્ટ્સની માનીયે તો હાલમાં જે માર્કેટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રમાણે સોવરેન ગોલ્ડ બોન્ડમાં જ રોકાણ કરવું હિતાવહ છે. કારણ કે બીજી તરફ ડોલરની સામે રૂપિયો નબળો પડી રહ્યો છે આવા સમયે ગોલ્ડ બોન્ડમાં ઇનવેસ્ટ કરવું ઉત્તમ છે. તમારા કૂલ પોર્ટ ફોલિયોનાં 20 ટકા સોનામાં રોકવા હિતાવહ છે.