

નવી દિલ્હીઃ નાણા મંત્રાલય (Ministry of Finance) હવે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘરોમાં રાખવામાં આવેલા સોના માટે એમનેસ્ટી પ્રોગ્રામ (Amnesty Program) પર વિચાર કરી રહી છે. આ પ્રોગ્રામ દ્વારા સરકાર ઈચ્છે છે કે ટેક્સ ચોરી (Tax Evasion) પર બ્રેક વાગે અને આયાત પર નિર્ભરતા ઓછી થાય. એક બિઝનેસ વેબસાઇટે મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર લોકોને અપીલ કરશે કે તેઓ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા સોના વિશે ટેક્સ વિભાગને જાણકારી આપે. તેના માટે લેવી કે પેનલ્ટી આપવી પડશે. જોકે, આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક ચરણમાં છે. સરકાર હજુ પણ સંબંધિત અધિકારીઓની સાથે વિચાર કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)


પીએમ મોદીએ રાજ્યોની સહમતિથી વર્ષ 2015માં ત્રણ પ્લાન વિશે જાણકારી આપી હતી, ઘરોમાં રાખવામાં આવેલા લગભગ 25,000 ટન સોના, સંસ્થાનો દ્વારા ફિઝિકલ ગોલ્ડ રાખવા અને આયાત ઓછી કરવા વિશે હતું જેથી રોકાણના વૈકલ્પિક સાધન મળી શકે. જોકે, આ પ્લાન પોપ્યૂલર ન થઈ શક્યો કારણ કે એક વર્ગ પોતાની પાસે રાખેલા સોનાને છોડવા નથી માંગતો. (પ્રતીકાત્મક તસવીર)


ઘરોમાં રાખવામાં આવેલા સોનાનો એક મોટો હિસ્સો જ્વેલરીના રૂપમાં છે અને વિશેષ પ્રસંગે તેને પહેરવામાં આવે છે. જોકે, એક બીજો વર્ગ પણ હતો, જેમને ડર હતો કે તેમને ટેક્સ વિભાગ દ્વારા મોટો દંડ ફટકારવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


સરકાર પાસે સોનાનો એક હિસ્સો રાખવો પડશે - બ્લૂમબર્ગના આ રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના સોનાની વિગતો આપશે, તેમને કાયદાકિય રીતે રાખેલા પોતાના સોનાનો એક હિસ્સો સરકાર પાસે થોડા સમય માટે રાખવો પડશે. ગયા વર્ષે 30 ઓક્ટોબરે એક અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન પણ સરકાર એક એવા પ્રોગ્રામ પર કામ કરી રહી હતી જેથી તે દરમિયાન ટેક્સ વિભાગે આવા કોઈ પ્રોગ્રામના અહેવાલોને ફગાવી દીધા હતા. (પ્રતીકાત્મક તસવીર)


આ વર્ષે સોનાના ભાવોમાં તેજીનું અનુમાન - નોંધનીય છે કે, આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધી 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલ કોરોના મહામારીએ તેને વધારવામાં મદદ કરી છે. મૂળે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પને પ્રાધાન્ય આપે છે. (પ્રતીકાત્મક તસવીર)