આજના સમયમાં દરેક બિઝનેસમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે. તમે કોઈપણ બિઝનેસ શરૂ કરશો, તમારે સ્પર્ધાનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ બિઝનેસ આઈડિયા (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. જેમાં હરીફાઈ હશે પણ બહુ નહીં. આ સાથે જ ખૂબ જ નજીવી કિંમત સાથે તમે આ બિઝનેસ શરૂ કરીને તમે જલ્દી કરોડપતિ બની શકો છો. અમે વાત કરી રહ્યા છીએ જામ, જેલી અને મુરબ્બા (Jam Jelly Murabba) ના બિઝનેસ વિશે. દરેક સિઝનમાં તેની માંગ રહે છે. તેથી, આ બિઝનેસ આખા વર્ષ દરમિયાન કમાણી કરી શકાય છે. આ એવી વસ્તુ છે જે તમામ ઉંમરના લોકો દ્વારા પસંદ કરવમાં આવતી હોય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
જાણો કઈ રીત શરૂ કરી શકાય બિઝનેસ: જામ, જેલી, મુરબ્બો બનાવવાના બિઝનેસમાં તમારે પહેલા ફળોની જરૂર પડશે. આ પ્રોડક્ટ ફળોમાંથી બનાવવામાં આવે છે. ફળ પોતે જ જામ અને જેલીને સ્વાદ આપે છે. તેને બનાવવા માટે ફળો ઉપરાંત ખાંડ અને પેક્ટીનની જરૂર પડશે. કોઈપણ તેને ઘરે બેઠા બનાવી શકે છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ એક ખૂબ જ ઉત્પાદક પ્રવૃત્તિ છે. આ બિઝનેસ દ્વારા તમે ઘણા લોકોને રોજગાર પણ આપી શકો છો.
કેટલો થશે ખર્ચ? - ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ આ બિઝનેસ વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર જામ, જેલી અને મુરબ્બો બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે લગભગ રૂ. 8 લાખની જરૂર પડશે. તેમાંથી 1000 ચોરસ ફૂટના બિલ્ડિંગ શેડ બનાવવા માટે લગભગ રૂ. 2 લાખનો ખર્ચ થશે અને અમુક મશીન ખરીદવા માટે લગભગ રૂ. 4.5 લાખની જરૂર પડશે. આ સિવાય લગભગ રૂ. 1.5 લાખની વર્કિંગ કેપિટલની જરૂર પડશે. જો તમે તેને ઘરેથી શરૂ કરો છો, તો તમે તેને રૂ. 80,000થી ઓછી કિંમતમાં શરૂ કરી શકો છો.
કેટલી થશે આ બિઝનેસની કમાણી? - રિપોર્ટ અનુસાર, વાર્ષિક 231 ક્વિન્ટલ જામ, જેલી અને મુરબ્બાનું ઉત્પાદન કરવામાં થશે. જો કિંમત રૂ. 2200 પ્રતિ ક્વિન્ટલના હિસાબે જોવામાં આવે તો તમારી ખર્ચ લગભગ રૂ. 5,07,600 હશે. સાથે જ તેને વેચ્યા પછી તમને અંદાજે રૂ. 7,10,640ની કમાણી થશે, એટલે કે તમને લગભગ રૂ. 2,03,040 નો નફો મળશે. આ રીતે તમે દર મહિને રૂ. 17,000 સુધીની કમાણી કરી શકો છો.