Home » photogallery » બિઝનેસ » એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

ભારતમાં ચલણની સફર હજારો વર્ષ જૂની છે, પરંતુ પ્રથમ ચલણી નોટ 1770માં 'બેંક ઓફ હિન્દુસ્તાન' નામની ખાનગી બેંક દ્વારા બેંક નોટના રૂપમાં બહાર પાડવામાં આવી હતી. આ પછી, 1770 થી 1935 ની વચ્ચે, ઘણી ખાનગી બેંકોએ બેંક નોટો જાહેર કરી હતી. જોકે, ચલણને રૂપિયાનું નામ સૌપ્રથમ શેર શાહ સૂરીએ આપ્યું હતું.

  • 18

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    અમદાવાદ: ઝડપથી બદલાતા સમય સાથે, એક વસ્તુ છે જે હંમેશા બદલાતી રહે છે, તે છે તમારા ખિસ્સામાં રૂપિયાનો ડિઝાઈન. હાલમાં જ 2000ની નોટ RBI દ્વારા પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે, આ પહેલા પણ નોટબંધી વખતે 500 અને 1000ની નોટને બદલે નવી 500ની નોટ અને 2000ની નોટ આપણી સામે આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રૂપિયાને (Indian Rupee) તેનું નામ કોણે આપ્યું અને આપણા દેશમાં ચાલતી કરન્સી કેવી રીતે શરૂ થઈ. જો તમે આ બધું નથી જાણતા તો રૂપિયાનું રહસ્ય જાણવા માટે આ ખાસ અહેવાલ જરૂરથી વાંચો...

    MORE
    GALLERIES

  • 28

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    જો આપણે આપણા દેશની વાત કરીએ તો ઈતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, આપણે એ પ્રાચીન સભ્યતાનો એક ભાગ છીએ, જ્યાં રૂપિયાનો સંબંધ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના સમયથી જોવા મળે છે. એવું કહેવાય છે કે, રૂપિયો સંસ્કૃત શબ્દ "રૂપ્યકમ" પરથી ઉતરી આવ્યો છે. જ્યારે શબ્દ સ્વરૂપમાં, તે રૂપા શબ્દ સાથે સંકળાયેલો છે જેનો અર્થ ચાંદી થાય છે.

    MORE
    GALLERIES

  • 38

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    ઉલ્લેખનીય છે કે, 1540માં હુમાયુને (Humayun) હરાવીને સૂરી સામ્રાજ્યની સ્થાપના કરનાર ન્યાયી અને પ્રામાણિક શાસક શેર શાહ સૂરી (Sher Shah Suri)એ 1540-1545ની વચ્ચે પહેલીવાર ભારતીય ચલણ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન, શેર શાહે નવા શહેરી અને લશ્કરી વહીવટની સ્થાપના કરી હતી અને આ દરમિયાન પ્રથમ રૂપિયો જાહેર કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 48

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    તે સમયે ઉપયોગમાં લેવાતા રૂપિયાનું વજન 11.34 ગ્રામ હતું. જોકે 10 ગ્રામનો સિક્કો રૂપિયા કહેવાતો રહ્યો હતો. શેરશાહ સૂરીએ સોના અને તાંબાના સિક્કા પણ બહાર પાડ્યા હતા. RBI દ્વારા 2000 ની નોટને પરત લેવાનો નિર્ણય કર્યો છે. તો આપણે રૂપિયા સાથે જોડાયેલા રહસ્યને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ.

    MORE
    GALLERIES

  • 58

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    શરૂઆતમાં જે મૂળ રૂપિયાનો ઉપયોગ થતો હતો તે ચાંદીનો હતો, જેના કારણે તેનું નામ રૂપિયા પડ્યું હતું. પાછળથી, મુઘલ, મરાઠા અને બ્રિટિશ સામ્રાજ્યોમાં પણ રૂપિયાનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. ભારતીય રૂપિયો વીસમી સદીમાં ગલ્ફ દેશો અને આરબ દેશોમાં ચલણમાં હતો, પાછળથી RBIની રચના પછી તેને ગલ્ફ રૂપિયા તરીકે અલગ કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 68

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    1770-1832 ની વચ્ચે પ્રથમ વખત, બેંક ઓફ હિન્દુસ્તાને કાગળના નાણાંની શરૂઆત કરી હતી. બાદમાં 1 એપ્રિલ, 1935 ના રોજ, જ્યારે રિઝર્વ બેંકની સ્થાપના થઈ અને 1938 માં બેંકે 5 રૂપિયાની પ્રથમ નોટ બહાર પાડી હતી. 2020માં પાછળથી રિઝર્વ બેંક દ્વારા રૂ. 10, રૂ. 100, રૂ. 1000 ની નોટો જાહેર કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 78

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    આરબીઆઈએ અત્યાર સુધી 1 રૂપિયાની નોટ બહાર પાડી નથી. 1940માં 1 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ 1943માં RBI દ્વારા 2 રૂપિયાની પેપર નોટ જાહેર કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 88

    એક મુસ્લિમ રાજાએ 'રૂપિયા' શબ્દને આપ્યો હતો જન્મ! બહુ ઓછા લોકોને હશે ખબર

    RBIએ રૂપિયાનો ચહેરો બદલવાનું ચાલુ રાખ્યું અને 1957માં તેણે 1 રૂપિયાને 100 પૈસામાં વિભાજીત કર્યો હતો. જે બાદ 1,2,3,5 અને 10 પૈસાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. ધીમે ધીમે રૂપિયો તેનો આકાર બદલતો રહ્યો અને આજે તે આપણા બધા ખિસ્સામાં હાજર છે.

    MORE
    GALLERIES