મુંબઈ: બેંકમાં બચત ખાતું (Saving account benefits) રાખવાના ઘણા ફાયદાઓ છે. જેમ કે લિક્વિડીટી, વ્યાજની કમાણી, ફંડની સુરક્ષા, બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) વચ્ચે ઓટો સ્વીપની સુવિધા દ્વારા વધારાની કમાણી વગેરે. બેંકબજાર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ઘટતા વ્યાજદરો વચ્ચે નાની અને નવી ખાનગી બેંકો વધારે વ્યાજ દર ઑફર કરે છે. તેથી સેવિંગ એકાઉન્ટ પર શ્રેષ્ઠ વ્યાજદર આપતી ટોચની પાંચ ખાનગી બેંકો વિશે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અહીં એક વાત નોંધવી રહી કે કઈ બેંકમાં ખાતું ખોલાવવું તેનો નિર્ણય ફક્ત વ્યાજ દરને ધ્યાનમાં રાખી ન લેતા બેંક તરફથી બીજી કઈ કઈ સુવિધા આપવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ.
BSEમાં લિસ્ટેડ તમામ ખાનગી બેંકો માટે બચત ખાતાઓ પર વ્યાજ દર ડેટા કમ્પાઇલેશન માટે ગણવામાં આવે છે. બેંકબઝાર દ્વારા 1 સપ્ટે-21થી ડેટાને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જે બેંકની વેબસાઇટ નથી તેના ડેટા અહીં નોંધવામાં આવ્યા નથી. નિયમિત બચત ખાતા માટે લઘુતમ બેલેન્સ જરૂરિયાત અને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતાને બાદ કરીને ગણવામાં આવે છે.