મુંબઈ: અનેક કારણને લીધે બેંકોમાં બચત ખાતું (Savign accounts) ખોલાવવામાં આવે છે. જોકે, કોરોના પછી બેંક ખાતાથી લઈને એફડીના વ્યાજદરો (Rate of interest)માં ઘટાડો થયો છે. ઘટતા વ્યાજદરો વચ્ચે પણ અમુક નવી બેંકો વધારે વ્યાજ આપી રહી છે. BankBazaar તરફથી એકઠા કરેલા ડેટામાં જોઈ શકાય છે કે પાંચ ખાનગી બેંક (Private banks) બચત ખાતા પર સૌથી વધારે વ્યાજ આપી રહી છે. તો જાણીએ કઈ એ પાંચ બેંક છે જે પોતાના ગ્રાહકોને બચત ખાતા પર સૌથી વધારે ફાયદો આપે છે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને આકર્ષવા માટે ખાનગી અને નવી બેંકો બચત ખાતા પર ઊંચો વ્યાજદર આપે છે. જોકે, બેંકની પસંદગી કરતી વખતે તેનો ભૂતકાળ, સેવાનું ધોરમ, બ્રાંચ અને એટીએમની સંખ્યા અને બચત પર વ્યાજદરને ધ્યાનમાં રાખવાં જોઈએ.
આ અંગે ડેટા મેળવવા માટે બીએસઈ પર નોંધાયેલી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ડેટા બેંકબાઝાર તરફથી 28 જુલાઈ, 2021ના રોજ મેળવવામાં આવ્યો હતો. જે બેંકોએ પોતાની વેબસાઇટ પર ડેટા પ્રદર્શિત કર્યો નથી તેને ગણતરીમાં લેવામાં આવી નથી. મિનિમમ બેલેન્સ માટે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ્સને ધ્યાનમાં લેવાયા છે, તેમાં બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ્સને ધ્યાનમાં લેવાયા નથી.