ફેસ્ટિવ સીઝન એટલે કે ધનતેરસ અને દિવાળીમાં જો તમે બાઇક ખરીદવાના છો તો હીરો મોટોકોર્પ આપના માટે બેસ્ટ ડીલ લઈને આવ્યું છે. જ્યાં તમે Hero Splender Plus, HF Deluxe, Xtreme 160R, Hero Xpulse 200T, Hero Glamour સહિત લગભગ તમામ બાઇક્સ અને સ્કૂટરની ખરીદી પર ભારે કેશબેક અને ઓફર્સનો લાભ લઈ શકો છો. હીરોની બાઇક્સ ખરીદતાં આપને 7500 રૂપિયાની છૂટ મળી શકે છે. પરંતુ ખાસ વાત એ છે કે આ ઓફર, એક્સચેન્જ કે કેશબેક ICICI Bank અને Paytmના માધ્યમથી મળશે.