Hero MotoCorp launched Glamour Blaze: હીરો મોટોકૉર્પે નવી બાઇક ગ્લેમર બ્લેઝને લૉન્ચ કરી દીધી છે. હીરોએ ફેસ્ટિવલ સીઝનને જોતાં આ નવી બાઇક લૉન્ચ કરી છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 72,200 રૂપિયા છે. હીરી ગ્લેમર બ્લેઝમાં 125ccનું BS6 એન્જિન આપવામાં આવ્યું છે જે એક્સસેસ પ્રોગ્રામ ફ્યૂઅલ ઇન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ છે. આ એન્જિન 7500 rpm પર 10.7 BHPનો પાવર અને 6000 rpm પર 10.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીની i3S (આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ) અને ઓટો સેલ ટેક્નોલોજીની સાથે બ્લેઝ પર્ફોમન્સ અને કમ્ફર્ટની સાથે આવે છે.
બાઇકના ફ્રન્ટમાં 240 mm ડિસ્ક બ્રેક મળશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm છે. બાઇક રિયલ રોડ પ્રેજન્સની સાથે રાઇડિંગ કન્ફર્ટ આપે છે. ખાસ વાત એ છે કે બાઇકમાં હેન્ડલ પર યૂએસબી ચાર્જર અને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે. એટલે કે લાંબી મુસાફરી કરનારા રાઇડરને હવે સ્માર્ટફોન ચાર્જિંગનું ટેન્શન નહીં રહે.