

કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ દેશોમાં લોકડાઉન લગાવવામાં આવ્યો છે. જેના કારણે અનેક લોકોને વૈશ્વિક સ્તર પર પોતાની નોકરી ગુમાવાનો વારો આવ્યો હતો. વિશ્વની સામે બેરોજગારી એક નવો સંકટ બનીને ઊભો છે. લોકો હવે નવી નોકરીની (jobs) શોધમાં જે તે લોકડાઉનમાં ઘરે બેસીને કામ કરી શકે. સાથે જ તેમને આ માટે સારા Skills બનાવાની પણ જરૂર છે. આ તેવા સિક્લસ છે જે તમે ઓનલાઇન પણ શીખી શકો છો.


માઇક્રોસોફ્ટ અને લિંકેડિને તેના 10 ટૉપ જોબ્સ શોધી નીકાળ્યા છે. જેની હાલના સમયમાં ખૂબ જ ડિમાન્ડ છે. અને સાથે જ નોકરી કરવાના ઇચ્છુક લોકોને આ માટે મફત ઓનલાઇન ટ્રેનિંગની પણ ઓફર આપવામાં આવી છે.


લિકેંડિનના મુખ્ય કાર્યકારી અધિકારી Ryan Roslanskyએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે આપણે કોવિડ 19ના કારણે નોકરી ખોઇ ચૂકેલા લોકોને મદદ કરવા માંગતા હોઇએ તો નવી નોકરી માટે જરૂરી કૌશલ તેમને મફતમાં શીખવીને તેને આવનારી નોકરીમાં સહાય કરવી જોઇએ. આ રીતની નોકરી મેળવવાના ઇચ્છુક લોકોને મદદ કરવા કરોય જેથી વૈશ્વિક સ્તર પર આવી નોકરી મેળવવા માંગતા લોકોને નવી તકો મળી શકે અને તમે પણ નાગરિક તરીકે તમારી ફરજ નિભાવી શકો.


એક જાણીતી નેટવર્કિંગ સાઇટનું કહેવું છે કે આ સમયે તેમના નેટવર્કથી 69 કરોડ પ્રોફેશનલ્સ, 5 કરોડ કંપનીઓ, 1.1 કરોડ જોબ લિસ્ટ, 36 હજાર સ્કિલ્સ અને 90 હજાર સ્કૂલથી જોડાયેલી છે. જેની સહાયતાથી તેમે ઇન ડિમાન્ડ સ્લિક્સ અને નવી નોકરીઓ સાથે વૈશ્વિક રૂપથી તે જોબ્સ માટે એક હાયરિંગ પેટર્નની ઓળખ કરી છે.


આ આંકડાના આધારે આ મહામારી દરમિયાન 10 તેવી ટૉપ વિશેષ જોબ્સની ઓળખ થઇ છે જેમની ડિમાન્ડ વધુ છે. અને આવનારા 4 વર્ષો સુધી તેમની ડિમાન્ડ રહેવાની સંભાવના પણ બનેલી છે. આ જોબ્સ માટે જરૂરી સ્કિલ્સ તમે ઓનલાઇન પણ શીખી શકો છો. આ ટૉપ 10 જોબ્સ આ મુજબ છે.


ડિઝિટલ માર્કેટર, આઇટી સપોર્ટ/હેલ્પ ડેસ્ક, ગ્રાફિક ડિઝાઇનર, ફિનશિયલ એનાલિસ્ટ, ડેટા એનાલિસ્ટ, સોફ્ટવેર ડેવેલપર, પ્રોજેક્ટ મેનેજર, સેલ્સ રિપ્રેજેન્ટેટિવ, આઇટી એડમિનિસ્ટ્રેટર, કસ્ટમર સર્વિસ સ્પેશ્યાલિસ્ટ.