ક્રેડિટ કાર્ડના વ્યાજ દર સૌથી વધુ છે, કેટલીકવાર વ્યાજ 3.8% જેટલું ઊંચું હોય છે, જેના કારણે તમારા કાર્ડ બિલમાં મીનીમમ પેમેન્ટ કરવી હિતાવહ નથી.<br />તમે દર મહિને પૂરેપૂરી ચૂકવણી કરતા હોવ તો ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર તમને નડશે નહીં. પૂરેપૂરી ચૂકવણીના કારણે તમારી પાસેથી કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. જો કે, આજે અમુક સુપર-પ્રીમિયમ કાર્ડ અન્ય સામાન્ય કાર્ડ કરતા ખૂબ ઓછા વ્યાજદર વસૂલે છે. પરિણામે બોજ ઓછો પડે છે.
જો તમને લાગતું હોય કે તમે તમારા કાર્ડ પર બેલેન્સ કેરી કરતા હોવ તો અહીં પૈસાબજાર દ્વારા સૂચવાયેલા ઓછા વ્યાજના પાંચ ક્રેડિટ કાર્ડ્સ આપવામાં આવ્યા છે. આ કાર્ડને ધ્યાનમાં લઈ શકો છો. અહીં યાદ રાખો કે, યાદ રાખો કે આમાંના કેટલાક માત્ર કાર્ડ ઇન્વાઇટ હોય તેને જ મળે છે અને કાર્ડ આપનાર બેન્કોની પોલિસીના કારણે દરેક વ્યક્તિ આવા કાર્ડ્સ માટે પાત્ર બનશે નહીં.
એક્સિસ બેંક: એક્સિસ બેંક બર્ગન્ડી પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડમાં દર મહિને 1.5 ટકા (19.56 ટકા પી.એ.) વ્યાજ વસુલવામાં આવે છે. કાર્ડથી ખર્ચવામાં આવેલા દર 200 રૂપિયામાં 15 એજ રિવોર્ડ પોઇન્ટ મળે છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર કોઈ વિદેશી વિનિમય માર્કઅપ ફી નથી અને એટીએમમાંથી રોકડ ઉપાડ પર કોઈ ફાઇનાન્સ ચાર્જ નથી. તેની ડિઝાઇન પણ ખૂબ સારી છે. તે ફાઇન ડાઇન રેસ્ટોરાંમાં 25 ટકા કે તેથી વધુ બચત માટે કોમ્પ્લિમેન્ટરી ઇઝીડિનર પ્રાઇમ મેમ્બરશિપ પણ ઓફર કરે છે. કાર્ડધારકોને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પર અમર્યાદિત લાઉન્જ એક્સેસ મળે છે. ક્રેડિટ કાર્ડ અરજદારો માટે વાર્ષિક ફી 50,000 રૂપિયા છે, પરંતુ બર્ગન્ડી પ્રાઇવેટ ગ્રાહકો માટે કોઈ વાર્ષિક ચાર્જ નથી.
ઇન્ડસઇન્ડ બેન્ક: ઇન્ડસઇન્ડ બેંક ઇન્લિપ્ત ક્રેડિટ કાર્ડ દર મહિને 1.79 ટકા (21.48 ટકા વાર્ષિક ધોરણે) વ્યાજ લે છે. તેમાં ખર્ચવામાં આવેલા પ્રત્યેક 100 રૂપિયામાં 1.5 રિવોર્ડ પોઇન્ટ્સ અને 100+ રેસ્ટોરાંમાં વર્ષમાં બે વાર જમવા પર 3,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે. તે તમને ડાઇનિંગ રિઝર્વેશન, ફ્લાઇટ બુકિંગ, હોટલ રિઝર્વેશન અને વધુ કરવામાં મદદ કરવા માટે 24x7 સેવાઓ પણ આપે છે. કાર્ડધારકોને અઢી કરોડ સુધીનો મુસાફરી વીમો મળે છે. આ કાર્ડમાં જોઈન થવાની વન ટાઇમ ફી 2 લાખ રૂપિયા છે.
HDFC બેન્ક: HDFC ઇન્ફનિયા ક્રેડિટ કાર્ડ મેટલ એડિશન દર મહિને 1.99 ટકા (23.88 ટકા પી.એ.) વ્યાજ લે છે. કાર્ડધારકોને એક વર્ષ માટે કોમ્પ્લિમેન્ટરી ક્લબ મેરિયોટ સભ્યપદ મળે છે. તે તમારા પ્રવાસ અને શોપિંગમાં સ્માર્ટબાય મારફતે ખર્ચ કરવા પર 10 ગણા રિવોર્ડ પોઇન્ટ્સ અને ઇંધણ અને વોલેટ રિલોડ સિવાય રિટેલ ખર્ચ પર દર 150 રૂપિયા પર પાંચ રિવોર્ડ પોઇન્ટ્સ ઓફર કરે છે. કાર્ડધારકોને પ્રાયોરિટી પાસ પ્રોગ્રામ હેઠળ 1,000થી વધુ એરપોર્ટ લાઉન્જ મળે છે. ભારતની અંદર અને બહારના એરપોર્ટ પર અનલિમિટેડ લાઉન્જ એક્સેસ મળે છે. કાર્ડની વાર્ષિક ફી રૂપિયા 12,500 છે.
HDFC બેન્ક: HDFC ડિયર્સ ક્લબ બ્લેક ક્રેડિટ કાર્ડ દર મહિને 1.99 ટકા (દર મહિને 23.88 ટકા) વ્યાજ લે છે. કાર્ડધારકોને ક્લબ મેરિયટ, ફોર્બ્સ, એમેઝોન પ્રાઇમ, ડાઇનઆઉટ પાસપોર્ટ, મેકમાયટ્રિપ બ્લેક એન્ડ ટાઇમ્સ પ્રાઇમનું વાર્ષિક સભ્યપદ મળે છે. તે સ્માર્ટબાય દ્વારા ખર્ચ કરવા પર 10 ગણા અને સપ્તાહના ભોજન પર 20 ગણા સુધીના રિવર્ડ પોઇન્ટ આપે છે. કાર્ડધારકોને ખર્ચવામાં આવેલા દર 150 રૂપિયામાં પાંચ રીવર્ડ પોઇન્ટ મળે છે. કાર્ડધારકોને ભારત અને વિશ્વભરમાં 1,000થી વધુ લાઉન્જની અનલિમિટેડ એરપોર્ટ લાઉન્જની સુવિધા પણ મળે છે. આ કાર્ડની વાર્ષિક ફી રૂપિયા 10,000 છે.
યસ બેંકઃ યસ ફર્સ્ટ એક્સક્લુઝિવ ક્રેડિટ કાર્ડ દર મહિને 1.99 ટકા (દર મહિને 23.88 ટકા) વ્યાજ લે છે. તે પસંદ કરેલી વેપારી કેટેગરીઝ પર ખર્ચવામાં આવેલા 200 રૂપિયા દીઠ 6 ઇનામ પોઇન્ટ અને અન્ય કેટેગરીમાં ખર્ચવામાં આવેલા 200 રૂપિયા દીઠ 12 રિવોર્ડ પોઇન્ટ આપે છે. કાર્ડધારકોને કોમ્પ્લિમેન્ટરી પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ હેઠળ અમર્યાદિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને પ્રાઇમરી અને એડ-ઓન કાર્ડધારકો માટે દર ક્વાર્ટરમાં ત્રણ ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ મળે છે. એક વર્ષમાં 20 લાખ રૂપિયા ખર્ચ કરવા પર યૂઝર્સને 25,000 બોનસ રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે. આ કાર્ડમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર 1.75% ફોરેક્સ માર્કઅપ ફી લેવાય છે. વાર્ષિક ફી 999 રૂપિયા છે.
અહીં ઉલ્લખનીય છે કે, ક્રેડિટ કાર્ડ માટે તમારી વર્તુણક શિસ્તબદ્ધ રાખવી જરૂરી છે. એક વખત તમને ક્રેડિટ કાર્ડ મળી જાય, પછી તમે તેનો ઉપયોગ સમજદારીથી અને જવાબદારીપૂર્વક કરો તે જરૂરી છે. ક્રેડિટ કાર્ડ સારો વ્યાજ-મુક્ત સમયગાળો પૂરો પાડતા હોવાથી ભારતમાં અથવા વિદેશમાં મુસાફરી કરતી વખતે વધુ પડતો ખર્ચ કરવાનું ઇચ્છા થઈ શકે છે. જો તમે ચૂકવણી કરી શકો તેના કરતા વધુ ખર્ચ કરો અને સમયસર તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી ના શકો તો તમારે લેટ પેમેન્ટ ફીની સાથે વ્યાજ ચાર્જ પણ ચૂકવવો પડશે.
પૈસાબઝાર દ્વારા તમામ લો ઇન્ટરેસ્ટ રેટ ક્રેડિટ કાર્ડને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં રિવર્ડ, કોમ્પ્લિમેન્ટરી બેનેફિટ્સ અને બીજા અન્ય લાભોને પણ ધ્યાન પર લેવામાં આવ્યા છે. આ તમામ ક્રેડિટ કાર્ડની માહિતી તારીખ 19 સપ્ટેમ્બર 2022ના મુજબ લેવામાં આવી છે. જો ક્રેડિટ કાર્ડના બેલેન્સને કેરી ફોરવર્ડ કરતા હોવ તો અમે તમારી સરળતા માટે ઓછું વ્યાજ લગાવતા કાર્ડના આધારે આ લિસ્ટ તૈયાર કર્યું છે.