

ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચવા માટે ખાનગી ક્ષેત્રે સૌથી મોટી તેવી એચડીએફી બેંક (HDFC Bank) પોતાના બેંક મિત્રોની (Banking Correspondents)ની સંખ્યા આ નાણાંકીય વર્ષના અંતમાં વધારીને 25,000 કરવાની યોજના બનાવી છે. બેંકના એક ટોચના અધિકારીએ આ મામલે જાણકારી આપી હતી. કે હાલ બેંક મિત્રોની સંખ્યા 11,000 છે.


એચડીએફસી બેંક કંટ્રીના પ્રમુખ સરકારી સંસ્થાગત વેપાર અને સ્ટાર્ટઅપ સ્મિતા ભગતે કહ્યું કે અમે હંમેશા તમામ ગ્રાહકો, ત્યાં સુધી કે દેશના દૂર દૂરના વિસ્તારોમાં રહેલા અમારા ગ્રાહકોને પણ સર્વશ્રેષ્ઠ બેંકિંગ સુવિધા આપવા માટે પ્રયાસશીલ છીએ. આ પ્રયાસ હેઠળ અમે નાણાંકીય વર્ષના અંત સુધી બેંક મિત્રોની સંખ્યા 11,000 વધારીને 25,000 કરીશું.


તેમણે કહ્યું કે ગ્રાહકો બેંક મિત્રો દ્વારા ખાતું ખોલવા, ટાઇમ ડિપોઝિટ, ચૂકવણી અને લોન લેવા જેવી તમામ બેંકિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે. તેમણે કહ્યું કે બેંક પોતાના બેંક મિત્ર નેટવર્કનો વિસ્તાર કરવા માંગે છે અને આ માટે તેણે સરકારની ભાગીદારી સેવા કેન્દ્રો (CSC)ના ઉપયોગ પર પણ વિચાર કર્યો છે.


બેંકે 2018માં ભારત સરકારની સીએસસી ઇ ગર્વર્નેસની સાથે હાથ મેળવ્યા હતા. જેથી દેશના દૂરના વિસ્તારો સુધી તે પહોંચી શકે. તેમણે કહ્યું કે બેંક સીએસસીથી જોડાયેલા ગ્રામીણ સ્તરના ઉદ્યમિયોથી બેંક મિત્રની નિયુક્ત કરે છે. આ સંધિ હેઠળ વ્યવસાય સંવાદાતા બિઝનેસ ફેસિલિટેટરના રૂપમાં કામ કરે છે. જે વેપારી, યુવાઓ, ઉદ્યમી, ખેડૂતો અને મહિલાઓને બેંકથી લોન લેવા સંબંધિત સુવિધા મેળવવામાં મદદ કરે છે.


ઉલ્લેખનીય છે કે કોરોના અને લોકડાઉનમાં અનેક બેંક પોતાની સેવાઓને ડિઝિટલાઇજેશન તરફ વાળી છે. પણ તે પણ હકીકત છે કે ગ્રામીણ વિસ્તારો અને આંતરીયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે હજી પણ ડિઝિટલાઇજેશનને લઇને અનેક શંકા-કુશંકાઓની સાથે અગવડતા પણ પડી રહી છે. ત્યારે બેંક મિત્ર દ્વારા તમે આ લોકોને જાણકારી આપી શકો છો. અને સાથે જ નોકરીની સોનેરી તક પણ મેળવી શકો છો.