જો આપનું અકાઉન્ટ HDFC બેંકમાં છે તો આપનાં માટે આ ઘણાં મહત્વનાં સમાચાર છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે FD રેટ્સમાં બદલાવ કરવામાં આવ્યો છે. બેંક તરફથી મળતી જાણકારી મુજબ એક કરોડ રૂપિયાથી ઓછી રમક પર કોઇપણ સમય મર્યાદા માટે વ્યાજ દરમાં1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. HDFC દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટનાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે, આપને ભવિષ્યમાં લોન દર વધી પણ શકે છે.
HDFC દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં વૃદ્ધિ બજારમાં પૈસાની લિક્વિડિટીની સ્થિતિને જોઇને કરવામાં આવી છે. ગત કેટલાંક સમયથી સરકારી બોન્ડનાં યીલ્ડમાં વૃદ્ધિનું કારણ છે બજારમાં પૈસાની તરલતા ઘટવી. બુધવારે 10 વર્ષનાં બેંચમાર્ક બોન્ડની યીલ્ડમાં 60 બેસિસ પોઇન્ટની વૃદ્ધિ નોંધાઇ હતી. જે 7.13%થી વધીને 7.73% પહોંચી ગઇ છે.