વર્ષ 2020થી ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો થયો છે. રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, ફેસ્ટીવ સીઝનમાં સપ્ટેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડથી 1.22 લાખ કરોડ રૂપિયાનો વપરાશ કરવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગથી રિવોર્ડ, ડિસ્કાઉન્ટ તથા ઓફર પણ મળે છે, આ કારણોસર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડથી ખરીદી, ડીનર, બિલની ચૂકવણી કરવાથી અલગ અલગ રિવોર્ડ મળે છે.
જે લોકો પહેલીવાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તે લોકોને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ વિશે જાણકારી હોતી નથી. અલગ અલગ બેન્કમાં અલગ અલગ રિવોર્ડ આપવામાં આવે છે. જ્યારે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આપમેળે રિવોર્ડ પોઈન્ટ મળે છે. રૂ.100થી રૂ.250 વાપરવાથી રિવોર્ડ પોઈન્ટ મળે છે. વધુ રૂપિયાની ખરીદી કરવાથી વધુ રિવોર્ડ પોઈન્ટ મળશે. અલગ અલગ કાર્ડ પર અલગ અલગ રિવોર્ડ પોઈન્ટનો લાભ મળે છે. મેક માય ટ્રિપ, ICICI બેન્ક ક્રેડિટકાર્ડ, કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ અન્ય ક્રેડિટ કાર્ડની સરખામણીએ ફ્લાઈટ, હોટેલ બુકિંગ પર વધુ રિવોર્ડ આપે છે.
રજાઓમાં શું ગિફ્ટ આપવી તે ખબર ન પડે તો ઈ-વાઉચર અથવા ગિફ્ટ કાર્ડ માટે રિવોર્ડ પોઈન્ટ મેળવી શકાય છે. જેની મદદથી તમે જેને ગિફ્ટ આપવા માંગો છો, તેને જે જોઈએ તે વસ્તુ ખરીદવાનો વિકલ્પ આપી શકો છો. રિવોર્ડ પોર્ટલ પર ખરીદી કરી શકો છો અથવા રિવોર્ડ પોઈન્ટ અને એર માઈલ્સની મદદથી વિમાનના ભાડાની બચત કરી શકો છો. અનેક બેન્ક રિવોર્ડ પોઈન્ટથી દાન કરવાનો વિકલ્પ પણ આપે છે.
રિવોર્ડ પોઈન્ટ એક્સપાયર થાય તે પહેલા રિડીમ કરી લેવા જોઈએ. અનેક બેન્ક રિવોર્ડ રિડીમ કરવા માટે પોર્ટલ અથવા બેન્કની અધિકૃત એપનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. અનેક બેન્ક વર્ષમાં આટલો ખર્ચ કરવા બાબતે વધારાનો રિવોર્ડ પોઈન્ટ પ્રદાન કરે છે. આ કારણોસર વધુ રિવોર્ડ મેળવવા માટે એક કરતા વધુ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ.