Home » photogallery » બિઝનેસ » ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

આપણે ઘણા વૃક્ષો જોયા હશે, પરંતુ શું આપણે એવું વૃક્ષ જોયું છે જે વીજળી ઉત્પન્ન કરે? ગુજરાતની રાજધાની ગાંધીનગરના જાહેર બગીચામાં તમને આવા મોટા સોલાર વૃક્ષો જોવા મળશે. છેવટે, આવા સૌર વૃક્ષના શું છે ફાયદા તે જાણવા માટે વાંચો CNBC AWAAZ ના અમદાવાદના બ્યુરો ચીફ કેતન જોશીનો અહેવાલ.

 • CNBC
 • |
 • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

 • 15

  ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

  કેતન જોશી/અમદાવાદઃ ગાંધીનગર મહાનગર પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત અનોખી પહેલ કરી છે. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ કહે છે કે, "સ્વચ્છ અને ગ્રીન એનર્જી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની જરૂરિયાત છે.

  MORE
  GALLERIES

 • 25

  ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

  અમે અલગ-અલગ જાહેર બગીચાઓમાં 20 સોલાર ટ્રી લગાવ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન આ સોલાર ટ્રી વીજળી ઉત્પન્ન કરશે, જે અમે ટોરેન્ટ પાવર અથવા ગુજરાત સરકારની વીજ કંપનીને વેચી દઈશું"

  MORE
  GALLERIES

 • 35

  ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

  વાર્ષિક 1.25 કરોડ વીજળીનું ઉત્પાદન થશે-  જશવંત ભાઈ પટેલ કહે છે કે "દરેક વૃક્ષ દરરોજ 4660 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. સમગ્ર 20 સોલાર ટ્રી સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 1.25 કરોડ રૂપિયાના મુલ્યની વીજળી ઉત્પન્ન કરશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે અમે આ દિશામાં કંઈક આવું જ કરવાનું ચાલુ રાખીશું."

  MORE
  GALLERIES

 • 45

  ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

  સોલાર ટ્રી છાંયડો પણ આપે છે
  સોલાર ટ્રીનું કદ એટલું મોટું છે કે તે એક મોટા વૃક્ષ જેટલું છે. સૂર્યમુખીના મોટા પાન પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. 15 થી 20 પાંદડાને કારણે આ સોલાર ટ્રી છાંયડો પણ આપે છે.

  MORE
  GALLERIES

 • 55

  ગાંધીનગરમાં વીજળી ઉત્પન્ન કરતા અનોખા સોલાર ટ્રી, જાણે કે વીજળીની ખેતી

  ગાંધીનગરમાં અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા આ સોલાર ટ્રી એકદમ આકર્ષક લાગે છે. આ સોલાર ટ્રી કાર્બન ઉત્સર્જન ઘટાડશે અને પર્યાવરણને ઘણો ફાયદો થશે.

  MORE
  GALLERIES