Home » photogallery » બિઝનેસ » Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

GQG Rajiv Jain Portfolio: હાલમાં જ છેલ્લા એક મહિનાથી મુશ્કેલીમાં ફસાયેલા અદાણી ગ્રુપના શેર્સમાં અધધ કહી શકાય તેવું 15 હજાર કરોડનું રોકાણ કરીને અદાણી ગ્રુપ માટે સંજીવની સમાન બનનાર GQG પાર્ટરન્સના રાજીવ જૈન હંમેશા માટે સંકટમાં અવસર શોધનારા ગણાવામાં આવે છે.

  • 18

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    નવી દિલ્હીઃ NRI રોકાણકાર રાજીવ જૈન (Rajiv jain) છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં છે. તેમની કંપની GQG પાર્ટનર્સ હાલમાં ગત અઠવાડિયે મુશ્કેલીમાં મુકાયેલા અદાણી ગ્રૂપમાં (Adani Group Share) રોકાણ કરવા માટે સમાચારમાં છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે તેમણે મુશ્કેલીમાં ફસાયેલી કંપની પર મોટો દાવ રમ્યો હોય.

    MORE
    GALLERIES

  • 28

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    આજે ઘણાં માર્કેટના જાણકારોને પણ નહીં ખબર હોય કે દિગ્ગજ ગણાતી ITC એટલે કે ઇન્ડિયન ટોબેકો કંપનીમાં એનઆરઆઈ રોકાણકાર જૈને અગાઉ એવા સમયે રોકાણ કર્યું હતું જ્યારે કંપની મુશ્કેલીમાં હતી. આ વાતને 25 વર્ષ થયા અને હજું પણ તેમનું રોકાણ આ કંપનીમાં છે.

    MORE
    GALLERIES

  • 38

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    ITCના ફેન છે રાજીવ જૈનઃ જૈને જણાવ્યું હતું કે 1996માં જ્યારે FMCG કંપની પર ટેક્સના ભારણનું જોખમ હતું અને શેર 35 ટકા તૂટ્યો હતો ત્યારે તેમણે ITCમાં પ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેવું મોટું રોકાણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની કંપનીએ લગભગ બે દાયકાઓ સુધી ITCમાં તેનું હોલ્ડિંગ જાળવી રાખ્યું હતું અને ડિસેમ્બર 2022ના અંતે પૂરા થતા ક્વાર્ટર સુધીમાં FMCG કંપનીમાં GQG પાર્ટનર્સનો હિસ્સો લગભગ 1.29 ટકા હતો.

    MORE
    GALLERIES

  • 48

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    2020 માં ITCના શેરની કિંમત પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જો કે ત્યારથી લઈને અત્યાર સુધી આ સ્ટોક મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે. છેલ્લા એક જ વર્ષમાં આ સ્ટોક 70 ટકા સુધી ચઢ્યો છે. જેમણે પણ 2020 દરમિયાન આ શેરમાં રોકાણ કર્યું હતું તેમને તગડી કમાણી થઈ છે.

    MORE
    GALLERIES

  • 58

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    પરફેક્ટ શેર વિશે આવું માને છે: રાજીવ જૈને એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે "જો તમે રોકાણ વિશે વાત કરો છો, તો તે ધારણા અને વાસ્તવિકતાના તફાવત સિવાય બીજું કંઈ નથી. જો કોઈ કંપની પરફેક્ટ હોય, તો તેનો સ્ટોક મોંઘો થવાની સંભાવના વધારે હોય છે અને તેથી પછી તે સ્ટોક પરફેક્ટ રહેતો નથી."

    MORE
    GALLERIES

  • 68

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    તેમણે 2004માં લોકસભાની ચૂંટણીઓ બાદ શેરબજારમાં આવેલા ભારે ઘટાડા અને 1998માં ભારત દ્વારા પરમાણુ પરિક્ષણ પછી અમેરિકાએ ભારત પર મૂકેલા આર્થિક પ્રતિબંધો પછી પણ મોટા પાયે ખરીદી કરી હતી. જેમાં તેમને સરવાળે ફાયદો રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 78

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    અદાણી ગ્રુપમાં મોટું રોકાણઃ GQGએ હાલમાં 1,410.86 રુપિયા પ્રતિ શેરના દરે અદાણી એન્ટરપ્રાઝિસ (Adani Enterprises) માં 3.4 ટકાની ભાગીદારી મેળવી છે. જ્યારે અદાણી પોર્ટ્સ (Adani Ports) માં 596.2 પ્રતિ શેરના ભાવે 4.1 ટકા ભાગીદારી મેળવી છે. તેવી જ રીતે અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) માં 504.6 રુપિયા પ્રતિ શેરના દરે 2.5 ટકાની ભાગીદારી મેળવી છે. તો 668.4 રુપિયા પ્રતિ શેરના દરે અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) માં 3.5 ટકા ભાગીદારી મેળવી છે.

    MORE
    GALLERIES

  • 88

    Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES