નવી દિલ્હી : ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વોટ્સએપ (WhatsApp)પર એક નવી સુવિધા શરૂ કરી છે. સરકારની આ પહેલથી વોટ્સએપ પર ફક્ત એક 'Hi'લખીને મોકલવાથી વ્યક્તિને પોતાના ગૃહ રાજ્યમાં સ્કિલ પ્રમાણે નોકરીની જાણકારી મળી જશે. આ કામ વિજ્ઞાન અને પ્રોદ્યોગિત વિભાગ દ્વારા શરૂ કરેલા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ચેટબોટથી (AI)થઈ શકશે. (પ્રતિકાત્મક તસવીર)
SAKSHAM નામના પોર્ટલથી મળશે જાણકારી - સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિમાર્ટમેન્ટના ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટ અને એવ્યુલૂશન કાઉન્સિલે (TIFAC)શ્રમ શક્તિ મંચ નામનું પોર્ટલ (SAKSHAM)બનાવ્યું છે. આ પોર્ટલથી તે ક્ષેત્રના મજૂરને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોથી (MSME) વોટ્સએપના માધ્યમને જોડવાનું કામ કરવામાં આવશે. આ પછી લોકોને આરામથી પોતાના ક્ષેત્રમાં નોકરીની અને તકો વિશે જાણકારી મળશે. (પ્રતિકાત્મક તસવીર)
આ નંબર પર લખીને મોકલવું પડશે Hi - આ સુવિધાનો લાભ લેવા માટે 7208635370 WhatsApp નંબર પર Hi લખીને મોકલવું પડશે. આ પછી ચેટબોટ દ્વારા તે વ્યક્તિ પાસે તેના કાર્ય અનુભવ અને સ્કિલ વિશે જાણકારી માંગવામાં આવશે. મળેલી જાણકારી પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમ યૂઝરને તેના આસપાસમાં ઉપલબ્ધ નોકરી વિશે જાણકારી આપે છે. (પ્રતિકાત્મક તસવીર)
બે ભાષામાં ઉપલબ્ધ છે - TIFACના કાર્યકારી નિર્દેશક પ્રદીપ શ્રીવાસ્તવના મતે આ સમય ચેટબોટ ફક્ત અંગ્રેજી અને હિન્દી બે ભાષામાં ઉપલબ્ધ છે. તેને અન્ય ભાષાઓમાં વિસ્તારિત કરવા પર કામ ચાલી રહ્યું છે. ઘણા વ્યક્તિ એવા પણ હોય છે જેમની પાસે સ્માર્ટફોન નથી. આવા લોકો ઓફલાઇન એડિશનને 022-67380800 પર મિસ કોલ આપીને એક્સેસ કરી શકો છે. આ પોર્ટલનો ઉપયોગ ઇલેક્ટ્રીશિયન, પ્લમ્બર, કૃષિ, શ્રમિકો અને અન્ય લોકો દ્વારા કરી શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)