ટેક્સ ડિપાર્ટમેન્ટથી લેવડ-દેવડ અને કંસ્ટ્રક્શન પરમિટ લેવાનું સરળ થશે. સીએનબી-આવાજને મળેલ એક્સક્લૂઝિવ જાણકારી પ્રમાણે વર્લ્ડ બેંકની ઈજ ઓફ ડૂઈંગ બિઝનેસ રેંકિંગમાં સુધાર લાવવા માટે સરકાર આવા કેટલાએ સેક્ટરમાં શ્રેષ્ઠ પગલા ભરવા જઈ રહી છે. 4 સેક્ટરમાં સુધાર આવે તેના પર કામ થશે અને ટેક્સ ક્લિયરન્સ સરળ બનશે. મુંબઈ, દિલ્હીમાં સુધાર પર ખાસ ધ્યાન આપવા માટે આઈટી અને આધાર પર જોર આપવામાં આવી રહ્યું છએ. આગળની સ્લાઈડમાં જોઈએ શું છે સરકારની યોજના.
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધારવા માટે કુલ 90 અલગ-અલગ પગલા ભરવામાં આવશે. ટેક્સ ડિપાર્ટમેન્ટથી લેવડ-દેવડ સરળ કરવા પર ફોકસ કરવામાં આવશે. કસ્ટમ, ઈનકમ ટેક્સના નિયમ સરળ કરવા પર જોર લગાવવામાં આવશે. ઓછા સમયમાં ટેક્સ રિફંડ, પ્રક્રિયા પણ સરળ થશે. કન્સ્ટ્રક્શન પરમિટને સરળ બનાવવામાં આવશે. દિલ્હી, મુંબઈમાં સુધાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મુંબઈમાં કન્ટ્રક્શનની મંજૂરી 60 દિવસમાં આપવાનું લક્ષ્ય છે. અત્યારે 37 પ્રક્રિયા બાદ મંજૂરી આપવામાં આવે છે, જેમાં 128 દિવસ લાગે છે. નવી કંપની ખોલવાનું સરળ બનાવાવમાં આવશે. આઈટી અને આધારનો ઉપયોગ વધારવામાં આવશે.
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધારવા માટે સલાહ-સૂચન આપવા માટે 4 એજન્સિઓની નિયુક્તિ કરવામાં આવશે, જેમાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓપ કન્ટ્રક્શન મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, ઈન્ટીટ્યૂટ ઓફ કમ્પની સેક્રેટરીઝ ઓપ ઈન્ડીયા અને ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઓફ ઈન્ડીયાનો સમાવેશ થાય છે. દરેક એજન્સી એલગ-એલગ ક્ષેત્રનો રિપોર્ટ સોંપશે.