નવી દિલ્હીઃ સરકારે ગુરૂવારે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO), આઇટી આધારિત સેવાઓ (ITeS)વાળી કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમ (Work From Home)ને ધ્યાને લઈ દિશા-નિર્દેશ (Guidelines)ને સરળ બનાવવાની જાહેરાત કરી છે. તેમાં ઇન્ડસ્ટ્રીના અનુપાલનનું ભારણ ઘટાડવા અને કોરોના કાળમાં ઘરેથી કામ કરવાના ચલણમાં પણ મોટી મદદ મળશે. (પ્રતીકાત્મક તસવીર)
સરકારના નવા નિર્દેશો મુજબ, અન્ય કંપનીઓ માટે પણ ઘરેથી કામ અને ક્યાંયથી પણ કામ (Work From Anywhere) માટે એક સામાન્ય માહોલ બનશે. બીજી તરફ સમયાંતરે રિપોર્ટિંગ એન ઓફિસની અન્ય પ્રતિબદ્ધતાઓને પણ ખતમ કરી દીધી છે. નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રીઝ લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમના મામલે રાહતની માંગ કરી રહી છે અને તેને સ્થાયી તરીકે જાહેર કરવાના પક્ષમાં છે. (પ્રતીકાત્મક તસવીર)
આ હોય છે ઓએસપી કંપનીઓ- નોંધનીય છે કે ઓએસપી કંપનીઓ (OSP Companies) એવી કંપનીઓ છે જે દૂરસંચાર સંસાધનોના માધ્યમથી એપ્લિકેશન અને આઇટી ક્ષેત્રથી જોડાયેલી સેવાઓ કે કોઈ પણ પ્રકારના આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડતી હોય. આ કંપનીઓ જ આઇટી, કોલ સેન્ટર, બીપીઓ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપનીઓ કહેવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)
નવા નિયમોથી બનશે અનુકૂળ માહોલ- નવા નિયમોથી કંપનીઓ માટે ઘરેથી કામ કરવા (Work from Home) અને ક્યાંયથી પણ કામ (Work from anywhere) કરવા માટે અનુકૂળ માહોલ બનશે. કંપનીઓ માટે સમય-સમય પર રિપોર્ટિંગ અને અન્ય પ્રતિબદ્ધતાઓને સમાપ્ત કરી દેવામાં આવી છે. એક અધિકૃત વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગને મજૂબતી પ્રદાન કરવાનો છે. (પ્રતીકાત્મક તસવીર)
ઉદ્યોગને મળશે રાહત પેકેજ- તેમાં ઘર પર એજન્ટને જ ઓએસપી કેન્દ્રનું રિમોટ એજન્ટ કહેવામાં આવશે અને તેને ઓફિસમાં અન્ય અધિકારીઓ સાથે સંપર્ક સાધવાની મંજૂરી હશે. અધિકૃત સૂત્રો મુજબ, વર્ક ફ્રોમ હોમની ધારણાને ઉદાર કરવાનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અને દેશને સૌથી વધુ પ્રતિસ્પર્ધી આઇટી સેક્ટરના રૂપમાં નવી ઓળખ આપવાનો છે. બીજી તરફ આ કંપનીઓને પણ નવા નિયમોથી વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ એનિવેર સંબંધિત નવી નીતિઓને અપનાવવામાં મોટી સહાયતા મળશે. (પ્રતીકાત્મક તસવીર)