મોદી સરકાર પેંશન ઘારકો માટે મોટી જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર ટુંક સમયમાં એમ્પલોઈઝ પેંશન સ્કીમ (ઈપીએફ) હેઠળ ઈપીએફ સબસ્ક્રાઈબર્સ માટે માસિક પેંશનને બેઘણું કરીને 2000 રૂપિયા કરવામાં આવી શકે છે. આનાથી લગભગ 40 લાખ સબસ્ક્રીઈબર્સને ફાયદો થશે. અને સરકાર પર વર્ષે 3000 કરોડનો બોઝ પડશે. તમને જણાવી દઈએ કે, આના પર છેલ્લો નિર્ણય અગામી વર્ષે ચૂંટણી પહેલા લેવામાં આવી શકે છે.
સરકારનો બોઝ પણ થશે બે ઘણો - ઈકોનોમિક ટાઈમ્સ પ્રમાણે, સરકાર પેંશનને બે ઘણું કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે. ટુંક સમયમાં આ ખુશખભરી મળી શકે છે. કેબિનેટે 2014માં એક વર્ષ માટે 1000 રૂપિયા માસિક પેંશનને મંજૂરી આપી હતી અને 2015માં અનિશ્ચિતકાળ માટે વધારવામાં આવી હતી. ન્યૂનત્તમ પેંશન માટે સરકાર વર્ષે 813 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. જો આનો ફાયદો અત્યારે 2000 માસિકથી ઓછા પેંશન ઘારકોને આપવામાં આવશે તો, સરકાર પર આનો બોઝ બે ઘણો વધી જશે.
ઈપીએફઓ આ યોજના પર કરી રહ્યું છે કામ - એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, સ્રમ મંત્રાલયે ઈપીએપઓને આ યોજના માટે નાણીકીય પહેલુઓ પર કામ કરવાનું કહ્યું છે. આ મંત્રાલય દ્વારા ઈપીએફઓને પુછવામાં આવ્યું છે કે, સરકાર 1995 હેઠળ ન્યૂનત્તમ પેંશનને 1000થી વધારી 2000 માસિક કરે તો, આવા સબ્સક્રાઈબર્સની સંખ્યા કેટલી હશે.
9000 કરોડની ચુકવણી કરે છે સરકાર - ઈપીએફ-95ની સ્કીમ હેઠળ અત્યારે 60 લાખ પેંશનર્સ છે. આમાંથી 40 લાખ લોકોને માસિક 1500થી ઓછુ પેંશન મળી રહ્યું છે. આમાંથી 18 લાખ લોકોને તો રૂ. 1000ની પેંશન યોજનાનો ફાયદો મળી રહ્યો છે. સરકાર પાસે 3 લાખ કરોડનું પેંશન ફંડ છે અને ઈપીએફ હેઠળ તે વર્ષે 9000 કરોડની ચુકવણી કરે છે.
માસિક પેંશન વધારવાનું દબાણ - સરકાર પર ટ્રેડ યૂનિયન્સ અને ઓલ ઈન્ડિયા ઈપીએફ-95 પેંશનર્સ સંઘર્ષ સમિતિ તરફથી માસિક પેંશનને વધારી 3000 થી 7500 રૂપિયા કરવાનું દબાણ કરી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા સંસદિય સમિતિ દ્વારા પણ સરકારને ઈપીએફ-95 સ્કીમ હેઠળ સમીક્ષા કરવાનું કહ્યું છે. સમિતિએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 1000 રૂપિયા ન્યૂનત્તમ પેંશન પર વિચાર કરવો જોઈએ. શ્રમ પર સંસદની સ્થાયી સમિતિનો 34મો રિપોર્ટ સદનમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિનું માનવું છે કે, 1000 રૂપિયાની પેંશન સ્કિમ ઘણી ઓછી છે અને આનાથી પેંશનર્સની દર મહિને પ્રાથમિક જરૂરિયાત પણ પુરી નથી થતી.