Home » photogallery » બિઝનેસ » પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં 8 મહિના માટે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું - અનુરાગ ઠાકુર

विज्ञापन

  • 14

    પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

    નવી દિલ્હી : વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)સાથે મળીને વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર (anurag singh thakur)પણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને બહાર લાવવાના પ્રયત્નમાં લાગી ગયા છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત સુધારવા માટે કેન્દ્ર સરકાર આગળ પણ જરૂરી પગલા ભરવા માટે તૈયાર છે. સાથે એ વાતનો પણ સંકેત આપ્યો છે કે જલ્દી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ LTC (Leave Travel Allowances) તસવીર સ્પષ્ટ કરવામાં આવશે. હાલમાં જાહેર કરેલા પ્રોત્સાહનને (Stimulus)લઈને તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે વંચિત અને ગરીબ વર્ગને જરૂરી મદદ પહોંચાડવાનો છે. આ પેકેજની જાહેરાત ભલે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હોય પણ થોડો ખર્ચ એવી વસ્તુઓ પર થવાનો છે. જેનો સીધો લાભ નાના વેપારીઓને મળી શકશે.

    MORE
    GALLERIES

  • 24

    પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

    પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને LTA લાભ આપવાને લઈને તેમણે કહ્યું હતું કે ઘણું જલ્દી તે કર્મચારીઓ વિશે સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. જેમણે નવી ટેક્સ સિસ્ટમ અપનાવી લીધી છે કે જેમણે પહેલા જ LTAનો લાભ લઈ લીધો છે. આવનાર સપ્તાહમાં આ વિશે સ્પષ્ટીકરણ જારી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 34

    પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનુરાગ ઠાકુરે બંને પ્રોત્સાહન પેકેજ અને અર્થવ્યવસ્થા પર તેના અસરને લઈને કહ્યું કે આપણે મોટી તસવીર જોવાની જરૂર છે. ટિકા તો સ્વાભાવિક રૂપથી થશે. ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં 8 મહિના માટે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. આ સિવાય ગરીબ વર્ગના બેંક એકાઉન્ટમાં 68,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

    ગ્રામીણ અર્થવ્યવસ્થાને (Rural Economy)લઈને અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે તે શાનદાર સ્થિતિમાં છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ફક્ત મનરેગા કે કૃષિની વાત નથી. ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર સ્તર ઉપર પણ કામ થઈ રહ્યું છે. જેનાથી રોજગારની નવી તકો મળી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં હવે ટ્રેક્ટર, મોટરબાઇક્સ, ચાર પૈડાવાળા સાધન અને ઘરોની માંગ વધી રહી છે. હવે લોકો ખર્ચ કરવા લાગ્યા છે.

    MORE
    GALLERIES