

GSTને લઇને આજકાલ અનેક રીતની છેતરપીંડીના કેસ સામે આવી રહ્યા છે. અને તેની પર રોક લગાવવા માટે સરકારે કડક નિયમો લાગુ કર્યા છે.


કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓએ ફ્રોડ કંપનીઓ દ્વારા ઇનપુટ ક્રેડિટ ટેક્સના દાવાને રોકવા માટે તત્કાલ ફોટો અને બાયોમેટ્રિક્સના ઉપયોગથી ઓનલાઇન પંજીકરણની કરવાનું સૂચન કર્યું છે. જીએસટી પરિષદની વિધિ સમેત બે દિવસ લાંબા ચાલેલા મંથન પછી કેટલાક કડક નિયમોનું સૂચન કરવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે નવા જીએસટી છેતરપીંડી માટે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં આધાર અને આધારથી જોડાયેલા ડોક્યુમેન્ટ જરૂરી છે. સાથે જ જૂના જીએસટી ગ્રાહકોમાંથી જોખમ વાળા ટેક્સપ્લેયર્સ પર સખ્તાઇ વર્તવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આમ આનાથી છેતરપીંડી કરતા લોકોની વિરુદ્ધ વૉરંટ જાહેર કરવા માટે નવા કાનૂન બનાવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.


છેલ્લા 10 દિવસમાં જીએસટી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટોરેટ જનરલ દ્વારા દેશભરમાં જીએસટી મામલે છેતરપીંડી આચરનારા લોકો વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહ્યું છે. આ અંતર્ગત એક મહિલા અને ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિત અત્યાર સુધીમાં 48 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ છેતરપિંડીમાં અત્યાર સુધી 2385 કંપનીઓ સામે આવી છે અને 648 કેસ નોંધાયા છે.


નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદા સમિતિએ સૂચવ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માં નવા નોંધણી માટે આધાર જેવી પ્રક્રિયા અપનાવી શકાય છે, જે અંતર્ગત ઇન્સ્ટન્ટ ફોટો અને બાયોમેટ્રિક્સ સાથે દસ્તાવેજોની ચકાસણી દ્વારા નવી નોંધણી કરવામાં આવે છે. આવી સુવિધા બેંકો, પોસ્ટ ઓફિસ અને જીએસટી સેવા કેન્દ્રોમાં પ્રદાન કરી શકાય છે.


એક સૂત્રએ જણાવ્યું હતું કે જીએસકે પાસપોર્ટ સેવા કેન્દ્રોની તર્જ પર નોંધણીની નવી સુવિધાઓ પ્રદાન કરી શકે છે. આ સિવાય રજિસ્ટ્રાર કે જેઓ નોંધણી સમયે આધાર પ્રમાણીકરણનો વિકલ્પ પસંદ કરતા નથી, તેઓને બે વિશ્વાસપાત્ર કરદાતાઓ તરફથી ભલામણનાં પત્રો આપવું પડશે.


આ સિવાય લો કમિટીએ પોતાના સૂચનોમાં જણાવ્યું હતું કે, આનાથી જીએસટી છેતરપિંડીને કાબૂમાં કરવામાં મદદ કરશે, ત્યાં બીજી તરફ ધંધા કરવામાં સરળતા પર કોઈ અસર નહીં પડે. આ સિવાય જીએસટીની નોંધણીની પ્રક્રિયા સરળ કરવામાં આવશે અને રિફંડ પણ સરળતાથી મળશે. કમિટીએ જીએસટી પ્રક્રિયામાં મોનિટરિંગ વધારવાનું સૂચન કર્યું છે.