

નવી દિલ્હીઃ લૉન મોરેટોરિયમ (Loan Moratorium)નો લાભ ઉઠાવવા માટે કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme court)માં એક સોગંધનામું રજૂ કરીને કહ્યું હતું કે બેન્કો પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ પર વ્યાજ નહીં વસૂલવામાં આવે. કેન્દ્ર સરકાર જાતે જ તે ખર્ચ ઉઠાવશે. હવે અહેવાલ આવી રહ્યા છે કે જેઓએ લૉન મોરેટોરિયમનો લાભ નથી લીધો અને સમય પર લૉન રિપેમેન્ટ (Loan Repayment) કર્યું છે, તેમને પણ કેન્દ્ર સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


કેન્દ્ર સરકાર કૅશલેસ જેવા વિકલ્પ પસંદ કરી શકે છે. તેના માટે પણ લૉનની મર્યાદા બે કરોડ રૂપિયા હશે અને તેમાં વ્યક્તિગત સ્તર પર કે MSMEને આપવામાં આવેલી લૉનને પણ સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામને એકસમાન લાભ જ મળે. (પ્રતીકાત્મક તસવીર)


ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું છે કે જો આ લૉન લેનારાઓએ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હોય તો તેમને થોડોક લાભ ચોક્કસ મળશે. કેન્દ્ર સરકાર હવે આ લાભ એ લોકો સુધી પહોંચાડવા માંગે છે જેઓએ સમયસર લૉન રિપેમેન્ટ ચાલુ રાખ્યું છે. જે લોકોએ સમયસર પોતાની બાકી રકમની ચૂકવણી કરી છે તેમને તેનો લાભ ન આપવો અયોગ્ય ગણાશે. (પ્રતીકાત્મક તસવીર)


સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળ્યા બાદ સરકાર લેશે કોઈ નિર્ણય - જોકે, હજુ તેની પર કોઈ પાકી જાણકારી સામે નથી આવી. હાલ તેની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. જો સુપ્રીમ કોર્ટ વ્યાજ પર વ્યાજ માફ કરવાની વાતને મંજૂર કરી દે છે અને આવા લૉન લેનાર લોકોનો આંકડો આવી જાય છે તો સરકાર તરફથી આ દિશામાં પગલાં ભરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગત સમયમાં કેટલાક રાજ્યો દ્વારા કૃષિ લૉન માફ કર્યા બાદ કેન્દ્ર અને રિઝર્વ બેન્કે કહ્યું હતું કે આવું કરવાની ઈમાનદાર લૉન લેનારા લોકો સાથે યોગ્ય નથી થઈ રહ્યું. (પ્રતીકાત્મક તસવીર)


સરકારના ખજાના પર કેટલું ભારણ પડશે? - આ રિપોર્ટમાં રેટિંગ એજન્સી ઇકરાના ઉપાધ્યક્ષ અનિલ ગુપ્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર સમયસર લૉન રિપેમેન્ટ કરનારા લોકોને વ્યાજ પર વ્યાજ મેંનોશનલ અમાઉન્ટને ઘટાડીને થોડીક રાહત આપી શકે છે. તેઓએ કહ્યું કે જો માન લેવામાં આવે કે બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી 30-40 લૉન પણ તેના માટે યોગ્ય થાય છે તો સરકાર પર તેનું ભારણ 5થી 7 કરોડ રૂપિયાથી વધુ નહીં પડે. (પ્રતીકાત્મક તસવીર)


અધિકારીઓનું કહેવું છે કે મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓએ સમગ્ર 6 મહિના દરમિયાન મોરેટોરિયમનો વિકલ્પ નથી પસંદ કર્યો. બીજી તરફ કેટલાક એવા લૉન લેનાર લોકો પણ રહ્યા, જેઓએ થોડાક જ સમય માટે મોરેટોરિયમનો લાભ લીધો. સૂત્રોએ જણાવ્યું કે આ એક જટિલ ગણતરી છે અને હાલ સરકારની પાસે તેનાથી જોડાયેલા તમામ આંકડા ઉપલબ્ધ નથી. (પ્રતીકાત્મક તસવીર)