નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણ કરવું સુરક્ષિત જ નહિ, પણ ફાયદેમંદ પણ હોય છે. પછી ભલે તે ફિક્સ ડિપોઝીટ કરો કે પછી નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રૂપિયા લગાવો. તમારા ફિક્ટ ડિપોઝીટ પર સરકારની ગેરન્ટી છે. સાથે જ જોરદાર વ્યાજનીસાથે મેચ્યોરિટી પર દમદાર વળતર મળે છે. ભેલ તે પારંપરિક વળતર હોય, પરંતુ આમાં સારા વળતરની સાથે સાથે રૂપિયા સુરક્ષિત રહેવાની પણ ગેરન્ટી છે. રોકાણ માટે પોસ્ટ ઓફિસ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કરી શકો છો. યોજનામાં રોકાણ માટે કોઈ મર્યાદા નથી. એકથી વધારે એકાઉન્ટ પણ ખોલી શકાય છે. 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મળે છે. ખાસ વાત તો એ છે કે, રોકાણ પર વળતર પણ તગડું મળે છે. 5 લાખ રૂપિયાના રોકાણ પર 2 લાખ રૂપિયાનું માત્ર વળતર મળે છે.
વ્યાજ દર અને મેચ્યોરિટી - Post office NSCમાં 7%નું તગડું વ્યાજ મળે છે. વ્યાજ પર કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળે છે. એટલે કે દર વર્ષે વ્યાજ પર વ્યાજનો ફાયદો મળે છે. સરકાર દર ક્વાટર પર વ્યાજની સમીક્ષા કરે છે. દરેક ક્વાટરમાં વ્યાજ અલગ-અલગ હોય છે. પરંતુ, તેની વાર્ષિક ગણતરી કરવામાં આવે છે. મેચ્યોરિટી પર જ સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે. તેના પહેલા રૂપિયા નીકાળવાની કોઈ જ સુવિધા નથી.
પૂરા 7 લાખ રૂપિયા આપે છે સરકાર - પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણનો એક નિયમ છે. જો તમે 1000 રૂપિયાનું રોકાણ કરો, તો 5 વર્ષ પછી તમારી પાસે 1,403 રૂપિયા હશે. એટલે કે, 403 રૂપિયાનું માત્ર વળતર જ. જો તમે યોજનામાં 5 વર્ષ માટે 5 લાખ રૂપિયા જમા કરો છો, તો મેચ્યોરિટી પર પૂરા 7 લાખ રૂપિયા મળશે. યોજનામાં એકાઉન્ટ ખોલવાની ષશરૂઆત 1,000 રૂપિયાથી હોય છે. આમાં 5 લાખ રૂપિયાના રોકાણ પર તમને 2,01,276 રૂપિયા સુધી વ્યાજ મળે છે. યોજનાને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી શરૂ કરી શકાય છે.
કોણ કરી શકે રોકાણ? - પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 10 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. 10 વર્ષથી ઓછી ઉંમર હોય તો માતા-પિતા બાળકનું ખાતુ ખોલાવી શકે છે. યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની છે. એટલા માટે 5 વર્ષ પહેલા રૂપિયા નીકાળી શકાય નહિ. રોકાણની કોઈ મર્યાદા નથી. એટલા માટે અન્ય યોજનાના પ્રમાણમાં આ સ્કીમ વધારે પ્રખ્યાત છે. પોતે દેશના પ્રધાનમંત્રી આ યોજનામાં રોકાણ કરે છે. એકાઉન્ટ ખુલવા પર યોજનામાં પરિવારના કોઈ પણ સદસ્યને નોમિની બનાવી શકાય છે. ડિપોઝીટ પર 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે.