Home » photogallery » બિઝનેસ » OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

હવે સરકારે કરદાતાઓને અન્ય એક રાહત આપી છે. ફાઈનાન્સ બિલમાં 2023 હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ છૂટ આપવામાં આવી છે.

 • 15

  OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

  નવી દિલ્હીઃ બજેટ 2023માં સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપતા ઈનકમ ટેક્સમાં ફેરફાર કર્યો હતો. સરકારે ન્યૂ ટેક્સ રિજીમની સાથે લોકોને રાહત આપી હતી. નાણામંત્રી નિર્મલા સિતારમણે ન્યૂ ટેક્સ રિજીમમાં ફેરફાર કરતા 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દીધી હતી. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં ફેરફાર કરતા 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સની બહાર રાખી છે. હવે સરકારે કરદાતાઓને અન્ય એક રાહત આપી છે. ફાઈનાન્સ બિલમાં 2023 હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ છૂટ આપવામાં આવી છે. તમે વિચારી રહ્યા હશો કે સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે કે ટેક્સેબલ ઈનકમમાં ફેરફાર કર્યો છે. જાણકારી અનુસાર, આ અંગે કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે માત્ર તે લોકોને સામાન્ય રાહત આપી છે, જેમની આવક 7 લાખ રૂપિયાથી થોડી વધારે છે.

  MORE
  GALLERIES

 • 25

  OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

  લોકસભાએ ફાઈનાન્સ બિલ 2023ને મંજૂરી આપી દીધી છે. આ સંશોધન પછી નવા ટેક્સ રિજીમ હેઠળ ટેક્સપેયર્સને થોડી રાહત મળી છે. નવો નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થઈ જશે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે નવી રાહત વિશે વિસ્તારથી જાણકારી આપતા જણાવ્યુ કે, નવા ટેક્સ રિજીમ હેઠળ જો કોઈ ટેક્સપેયરની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા છે, તો તેને કોઈ ટેક્સ આપવો નહિ પડે. તેઓ ટેક્સથી બહાર છે. પરંતુ જો કોઈની આવક 7,00,100 રૂપિયા થઈ જાય, તો તેને ટેક્સ સ્લેબ હેઠળ કેલક્યુલેશન પછી 25,010 રૂપિયા આપવા પડશે. એટલે કે આવકમાં માત્ર 100 રૂપિયા વધી જવા પર ટેક્સપેયર્સને 25 હજાર 1 સો રૂપિયા ટેક્સ આપવો પડે છે. સરકારે આવા જ ટેક્સપેયર્સને સામાન્ય રાહત આપી છે. જેથી જેમની આવક ટેક્સ ફ્રી આવકના અંતરેથી થોડી વધારે છે, તેમને રાહત મળી શકે.

  MORE
  GALLERIES

 • 35

  OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

  જાણકારી અનુસાર, હજુ સુધી આ વાતની જાણકારી મળી નથી, કે આ રાહત કેટલી આવક સુધી મળશે. સરકારે ફાઈનાન્સ બિલમાં સામાન્ય રાહત આપવાનો પ્રસ્તાવ કર્યો છે.

  MORE
  GALLERIES

 • 45

  OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

  માની લો કે, તમારી આવક 7,00,100 રૂપિયા મતલબ કે, 7 લાખ 100 રૂપિયા છે. એટલે કે ટેક્સ ફ્રી આવકથી 100 રૂપિયા વધારે છે. એટલે કે માત્ર 100 રૂપિયાના કારણે, તેને 25,010 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે. સરકારે આવા લોકોને સામાન્ય રાહત આપી છે. નવા પ્રસ્તાવ હેઠળ જો તમારી આવક 7,00,100 રૂપિયા છે, તો તમારે 25,010 રૂપિયા ટેક્સ આપવો નહિ પડે. પરંતુ તેમણે માત્ર 100 રૂપિયા ટેક્સ આપવો પડશે.

  MORE
  GALLERIES

 • 55

  OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

  સરકારે બજેટ 2023ની જાહેરાતમાં ન્યૂ ટેક્સ રિજીમને અપનાવનારા ટેક્સપેયર્સને રાહત આપી હતી. સરકારે 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી હતી. તેની પાછળ સરકારનો હેતુ હતો કે, વધારેમાં વધારે લોકો ન્યૂ ટેક્સ રિજીમને અપનાવે. અહીં તે વાત જાણવી પણ જરૂરી છે, કે ન્યૂ ટેક્સ રિજીમમાં રોકાણ પર કોઈ છૂટ આપવામાં આવી નથી.

  MORE
  GALLERIES