NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) આજે દેશમાં બચત (Saving) માટેનો લોકપ્રીય વિકલ્પ છે. પહેલી મે, 2009ના આ યોજનાને ખાનગી ક્ષેત્ર (Private Sector) એટલે કે અન-ઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ શરૂ કરી દેવામાં આવી છે. આનો ફાયદો જોતા કુલ બે કરોડ સબ્સ્ક્રાઇબર્સ આ યોજના સાથે જોડાયેલા છે. હકીકતમાં આ એક પેન્શન સેવિંગ સ્કિમ છે, જે ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા આપે છે. સવાલ એ છે કે એનપીએસ દ્વારા પેન્શન માટે કેવી રીતે પ્લાનિંગ કરી શકાય. તો જોઈએ આ સાથે જોડાયેલા નિયમો, જેને સરકારે બદલી નાખ્યા છે.
NPSના નિયમ બદલાયા: નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSના જે જૂના સબ્સ્ક્રાઇબર્સ જે નિર્ધારિત સમય પહેલા સ્ક્રિમમાંથી બહાર નીકળી ગયા છે તેઓ ફરીથી આ સ્કિમમાં જોડાઈ શકે છે. પીએફઆરડીએ તરફથી આની છૂટ આપી દેવામાં આવી છે. વર્તમાન નિયમ પ્રમાણે સબ્સ્ક્રાઇબર્સ ઇચ્છે તો 60 વર્ષ પહેલા આ યોજનામાંથી બહાર નીકળી શકે છે. એનપીએસમાં 80 ટકા જમા રકમ નિયમિત પેન્શનમાં બદલાઈ જાય છે, જ્યારે 20 ટકા રકમ ઉપાડી શકાય છે. હવે જે લોકોએ 20 ટકા રકમ ઉપાડી લીધી છે તેમણે જો ફરીથી એનપીએસ સાથે જોડાવવું હશે તો આ રકમ જમા કરાવવી પડશે. આ ઉપરાંત રેગ્યુલર પેન્શનને લઇને વિથડ્રોઅલ પેન્શન પ્રોસેસ ખતમ કરી દેવામાં આવી છે. જે બાદમાં તેઓ નવું એનપીએસ ખાતું ખોલાવી શકે છે.
PFRDAએ સબ્સ્ક્રાઇબર્સને આપ્યા અનેક વિકલ્પ: નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) તરફથી પોતાના સબ્સ્ક્રાઇબર્સને ઓછી કિંમતે નિવૃત્તિ માટે એક મોકો આપ્યો છે. NPSના ફાયદાવાળા ફિચર્સ જોઈએ તો તેમાં પોર્ટેબિલિટી, ફ્લેક્સિબિલિટી, યોગદાન વિતરણ માટે અનેક સરળ માધ્યમ, પેન્શન ફંડનો વિકલ્પ, સ્ક્રિમમાં પ્રાથમિકતા, ખાસ ટેક્સ બેનિફિટ વગેરે સામેલ છે.
શું છે PRAN, હવે શું થશે: NPS અંતર્ગત સબ્સ્ક્રાઇબર્સને પરમેનેન્ટ રિયારમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) આપવામાં આવે છે. જે યુનિક હોય છે. સબ્સ્ક્રાઇબર્સ પાસે એક સમયે એક જ PRAN હોઈ શકે છે. આથી તેઓ વર્તમાન NPS ખાતું બંધ કરીને નવું ખાતું ખોલાવી શકે છે. NPS અંતર્ગત સબ્સ્ક્રાઇબર્સ પ્રિમેચ્યોર એક્ઝિટ (60 વર્ષ પહેલા પૈસા ઉપાડવા) અથવા 60 વર્ષની ઉંમરે ફાઇનલ એક્ઝિટ અથવા સુપરએન્યુએશન પ્રાપ્ત કરવા પર અથવા ત્યાર બાદ કોઈ પણ સમયે રેગ્યુલેશન પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકે છે.
પ્રિમેચ્યોર એક્ઝિટની સ્થિમાં, PRANમાં જમા થયેલું પેન્શન કૉર્પસના 20 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે. બાકીની 80 ટકા રકમને PFRDA દ્વારા સૂચિત એન્યુઇટી સર્વિસ પ્રોવાઇડર (ASP)થી એન્યુઇટી પ્લાન ખરીદવામાં ઉપયોગ લઈ શકે છે. જ્યારે હવે રેગ્યુલેટર તરફથી કહેવામાં આવ્યું છે કે આજકાલ PFRDAને સબ્સક્રાઇબર્સ પાસેથી એવી અનેક વિનંતી મળી રહી છે, જેમાં તેમણે એમુક રકમ ઉપાડી લીધી છે પરંતુ એન્યુઇટી હજુ સુધી ઉપાડી નથી. હવે આ સબ્સ્ક્રાઇબર્સ પોતાનું NPS એકાઉન્ટ ચાલુ રાખવા માંગે છે.
આ માટે શું કરવાનું રહેશે: નવા PRAN સાથે એક નવું NPS ખોલો, જો તે NPS સાથે જોડવા માટે યોગ્ય છે. NPSમાં સમાન PRAN ચાલુ રાખવા માટે પહેલા ઉપાડવામાં આવેલી રકમ (20 ટકા) ફરીથી NPS એકાઉન્ટ (PRAN)માં ફરીથી ડિપોઝિટ કરો. વર્તમાન PRANને ચાલુ રાખવા માટે બીજી વખત ડિપોઝિટ કરવાનો વિકલ્પ એક વખત પસંદ કરી શકાય છે. રકમ એક હપ્તામાં જ જમા કરવાની રહેશે.
NPS સાથે કેવી રીતે જોડાશો: NPSમાં 18થી 60 વર્ષની ઉંમર વચ્ચે પગારદાર વ્યક્તિ જોડાઈ શકે છે. NPSમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. જેને Tier-। અને Tier-।। સામેલ છે. એક રિટાયરમેન્ટ એકાઉન્ટ હોય છે જેને દરેક સરકારી કર્ચચારીએ ખોલાવવું જરૂરી છે. જ્યારે Tier-II ખાતુ સ્વૈચ્છિક હોય છે, જેમાં કોઈ પણ પગારદાર વ્યક્તિ પોતાની રીતે રોકાણ કરી શકે છે અને ક્યારેય પર પૈસા ઉપાડી શકે છે.
મહિને 60 હજારનું પેન્શન: જો આ યોજના સાથે તમે 25 વર્ષની ઉંમરમાં જોડાઓ છો તો 60 વર્ષની ઉંમર સુધી એટલે કે 35 વર્ષ સુધી દર મહિને 5,000 હજાર રૂપિયા આ સ્કિમમાં જમા કરાવવા પડશે. તમારા તરફથી કુલ રોકાણ 21 લાખ રૂપિયા થશે. NPSમાં કુલ રોકાણ પર જો અંદાજિત આઠ ટકા વળતર માની લો તો કુલ કૉર્પસ 1.15 કરોડ રૂપિયા થાય છે. જેમાંથી 80 ટકા રકમની એન્યુઇટી ખરીદો છો તો આ રકમ 93 લાખ રૂપિયા થશે. જ્યારે 20 ટકા રકમ અંદાજે 23 લાખ જેટલી થશે. એન્યુઇટી રેટ જો આઠ ટકા હોય તો 60 વર્ષની ઉંમરમાં તમને મહિને 60 હજાર રૂપિયાની આસપાસ પેન્શન મળશે. આ ઉપરાંત અલગથી 23 લાખ જેટલું ફંડ પણ મળશે.