નવી દિલ્હીઃ કન્લ્કટિંગ ફર્મ પીડબ્લૂસી ઈન્ડિયા (PWC India)એ ગુરુવારે કહ્યું કે સરકાર આગામી બજેટ (Budget 2021)માં વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરનારા કર્મચારીઓને ટેક્સ ડિડક્શનનો લાભ આપવાનો વિચાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે આ પગલાથી બજારમાં માંગને વધારો મળશે જેવું સરકાર ઈચ્છે છે. (પ્રતીકાત્મક તસવીર)
માંગને વધારવા માટે સામાન્ય લોકોના હાથમાં વધુ ધન આપવાની જરૂરિયાત - PWC Indiaના સીનિયર ટેક્સ પાર્ટનર રાહુલ ગર્ગએ એક બજેટ પૂર્વ સેશનમાં કહ્યું કે માંગને વધારવા માટે સામાન્ય લોકોના હાથ પર વધુ રકમ આપવાની જરૂર છે. તેઓએ કહ્યું કે એક સ્પષ્ટ વિચાર એ છે કે કોવિડ-19ને ધ્યાને લઈ નાના અને મધ્યમ ટેક્સપેયર્સને ટેક્સમાં રાહત આપવામાં આવે, ખાસ કરીને વર્ક ફ્રમ હોમ કરનારા પગારદાર કર્મચારીઓ માટે. (પ્રતીકાત્મક તસવીર)
વધુ નાણા બચવાથી બજારમાં વધશે માંગ - ગર્ગએ કહ્યું કે, આવો ઉપાય સંપૂર્ણપણે ન્યાયસંગત હશે, કારણ કે જો બિઝનેસ તે ખર્ચને ઉઠાવે તો તેમના ખાતામાં આ કાપ યોગ્ય ખર્ચ થતો. તેઓએ કહ્યું કે આવા સમયમાં તેઓ આ કાપ યોગ્ય રકમ પગારદાર વ્યક્તિના ખાતામાં હશે અને આ રીતે રેવન્યૂમાં કોઈ પ્રકારનો ઘટાડો નહીં થાય. તેઓએ કહ્યું કે લોકોની પાસે વધુ નાણા બચશે તો બજારમાં માંગ પણ વધશે. (પ્રતીકાત્મક તસવીર)