પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો દોર છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે. આગામી એક મહિનામાં પેટ્રોલ 6 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. મૂળે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થઈ ગયું છે. બીજી તરફ, અમેરિકન ડોલરની સામે રૂપિયામાં મજબૂતી આવી છે. તેના કારણે એક્સપર્ટસ માને છે કે દેશમાં પેટ્રોલ 6 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે.
6-7 રૂપિયા સુધી ઘટી શકે વે ભાવ- કેડિયા કોમોડિટીના એમડી અજય કેડિયાએ ન્યૂઝ18ને જણાવ્યું કે ગ્લોબલ માર્કેટમાં ગ્રોથને લઈને ચિંતાઓને કારણે કાચા તેલનો ભાવ ગબડી રહ્યો છે. 3 ઓક્ટોબરે કાચું તેલ પોતાના આ વર્ષના ઉપરના સ્તર 86.74 ડોલર પ્રતિ બેરલ પર હતો. બીજી તરફ, હવે 42 ટકા ગબડીને કિંમતો 50 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.
પેટ્રોલ-ડીઝલના રેટ્સ આ બાબતોના આધારે થાય છે નક્કી- એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ ન્યૂઝ18ને જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ આધારે પેટ્રોલ અને ડીઝલના રેટ્સ નક્કી થાય છે. પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ (કાચા તેલનો ભાવ). બીજા દેશમાં ઇમ્પોર્ટ (આયાત) કરતી વખતે ભારતીય રૂપિયાની ડોલરની તુલનામાં કિંમત. આ ઉપરાંત ત્રીજો આધાર ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે.