પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઇચ્છુક ભારતીયો માટે સારા સમાચાર છે. તેમના રોકાણની વેલ્યૂ આવનારા 10 વર્ષમાં ત્રણ ગણી થઇ જશે. આવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષમાં સતત ગ્રોથ કરી રહેલા રિયલ એસ્ટેટના સારા દિવસો નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતીય પ્રોપર્ટી બજારનો આ ગ્રોથ અમેરિકા, ચીન અને યુરોપીય દેશો સહિત કોઇ પણ મોટા દેશથી વધુ છે. આવી રીતે જો કોઇ આજે પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરે છે તો તેમને આગલા 10 વર્ષમાં વધુ રિટર્ન મળશે. વેલ્થ ગ્રોથ સાથે જોડાયેલી એક ઇન્ટરનેશનલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
રિપોર્ટ પ્રમાણે અમેરિકન્સ કુલ વેલ્થના મામલે 10 વર્ષ બાદ પણ પહેલા નંબર પર રહેશે. જો કે આ મામલે બ્રિટન અને જર્મનીને પછાડી ભારતીયો દુનિયાના ચોથા સૌથી અમીર બની જશે. આ સમયે 5.35 લાખ કરોડ સંપત્તિની સાથે ભારત છઠ્ઠા નંબર છે અને અંદાજે 40.68 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અમેરિકા ટોચ પર છે, જે 10 વર્ષ બાદ પણ ટોચ પર રહેશે, જો કે આ દરમિયાન તેમની સંપત્તિમાં માત્ર 20 ટકાનો જ વધારો થવાનું અનુમાન છે.