

નવી મુંબઈઃ સોના-ચાંદી (Gold-Silver Prices) ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. વિદેશી બજારોમાં વેચવાલી અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થતાં સતત ત્રીજા દિવસે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં (Gold Prices Today) ઘટાડો નોંધાયો હતો. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવ (Silver Prices Today) 376 રૂપિયા ઘટ્યો હતો.


સોનાના નવા ભાવઃ- સોમવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવ (Gold Prices)રૂ. 40,668 ઘટીને રૂ. 40,432 પ્રતિ 10 ગ્રામ થયો હતો. સતત ત્રણ દિવસમાં સોનાના ભાવમાં રૂ.1082 સસ્તું થયું હતું.


ચાંદીની કિંમતોઃ- સોનાની જેમ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો હતો. દિલ્હી સોના-ચાંદી બજારમાં (delhi gold silver market) એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 48,011થી ઘટીને રૂ.47635 થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો 1550 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદૂ 17.97 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.


સોના-ચાંદીમાં ઘટાડાનું કારણઃ- HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયાનૂ મજબૂતી અને વિદેશી બજારોમાં સોનાની વેચવાલીથી ઘરેલુ બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે.