Home » photogallery » બિઝનેસ » હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે એવા સારા સમાચાર છે, જે સાંભળીને તેમની ખુશીનો કોઈ પાર નહીં રહે. 31 મેની સાંજે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત થવા જઈ રહી છે. એ પછી ખરી મજા આવશે. વાસ્તવમાં, આ સારા સમાચાર તેમના પગાર સાથે સંબંધિત છે.

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 18

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે એવા સારા સમાચાર છે, જે સાંભળીને તેમની ખુશીનું ઠેકાણું નહીં રહે. 31 મેની સાંજે તેમના માટે મોટી જાહેરાત થવા જઈ રહી છે. વાસ્તવમાં, આ સારા સમાચાર તેમના પગાર સાથે સંબંધિત છે. 31મી મેના દિવસે સાંજે DA સ્કોર (DA Score) આવશે. AICPI ઇન્ડેક્સના આંકડા જાહેર કરવામાં આવશે. જે નક્કી કરશે કે તેમના જુલાઈમાં વધનારા મોંઘવારી ભથ્થામાં (DA Hike) કેટલો વધારો થયો છે. હાલ મોંઘવારી ભથ્થુ 42 ટકા છે જે જાન્યુઆરીથી લાગુ થશે.

    MORE
    GALLERIES

  • 28

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    ત્યારથી અત્યાર સુધીમાં લગભગ અઢી ટકા મોંઘવારી ભથ્થું વધી ગયું છે. હવે ડીએ સ્કોરના 3 મહિનાના આંકડા આવી ગયા છે અને બાકીના 3 મહિનાના આંકડા આવવાના બાકી છે. એપ્રિલના આંકડા 31મી મેના રોજ આવશે. આનાથી ચિત્ર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે.

    MORE
    GALLERIES

  • 38

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે? - માર્ચ 2023માં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. આ જાન્યુઆરી 2023 થી લાગુ થશે. હવે જુલાઈ 2023 માટે મોંઘવારી ભથ્થાની (Dearness allowance) જાહેરાત થવાની છે. જો કે હજુ પણ આ જાહેરાત કરવાનો સમય છે. પરંતુ, એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આંકડા પરથી એ જાણવા મળશે કે મોંઘવારી ભથ્થું (ડીએ હાઈક) કેટલું વધશે.

    MORE
    GALLERIES

  • 48

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    વર્તમાન ડેટા મુજબ, કુલ DA સ્કોર 44.46% પર પહોંચી ગયો છે. એપ્રિલ, મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. નિષ્ણાતોનો દાવો છે કે આ વખતે પણ તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે.

    MORE
    GALLERIES

  • 58

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    ક્યારે કેટલો આવ્યો ડીએ સ્કોર? - લેબર બ્યુરોએ 3 મહિના માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (ઔદ્યોગિક કામદારો) ના આંકડા જાહેર કર્યા છે. તે પૈકી જાન્યુઆરીમાં ઇન્ડેક્સ મજબૂત હતો. ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ, માર્ચમાં ફરી એકવાર સારો ઉછાળો આવ્યો હતો. ઇન્ડેક્સ 132.7 પોઇન્ટથી વધીને 133.3 પોઇન્ટ થયો છે.

    MORE
    GALLERIES

  • 68

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    કુલ 0.6 પોઈન્ટનો વધારો થયો છે. મહિના દર મહિનાના આધારે ઈન્ડેક્સમાં 0.45 ટકાનો વધારો થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 0.80 ટકાનો વધારો થયો છે.મોંઘવારી ભથ્થાનો સ્કોર જાન્યુઆરીમાં 43.08 ટકા, ફેબ્રુઆરીમાં 43.79 ટકા અને માર્ચમાં 44.46 ટકા હતો. હવે એપ્રિલમાં તેમાં કેટલો વધારો થશે તે 31 મેના રોજ જાહેર થશે.

    MORE
    GALLERIES

  • 78

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    DAમાં કેટલો વધારો થશે?- અત્યાર સુધીમાં 3 મહિનામાં કુલ મોંઘવારી ભથ્થામાં બે ટકાથી વધુનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ઈન્ડેક્સ 132.3 પોઈન્ટ પર હતો અને મોંઘવારી ભથ્થું 42.37 ટકા હતું. જાન્યુઆરી 2023થી કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકાના દરે પગાર આપવામાં આવી રહ્યો છે. ગયા મહિને માર્ચ 2023માં આવેલા ડેટા અનુસાર, ઇન્ડેક્સ 133.3 પર પહોંચી ગયો છે. તે જ સમયે, મોંઘવારી ભથ્થું વધારીને 44.46 ટકા કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે હવે મોંઘવારી ભથ્થામાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો આમ થાય તો કુલ 4 ટકાનો વધારો નિશ્ચિત છે. મોંઘવારી ભથ્થું 46 ટકા સુધી પહોંચશે.

    MORE
    GALLERIES

  • 88

    હવે આવશે મજા! કેન્દ્રીય કર્મચારીઓની ખુશીઓનું ઠેકાણું નથી, 31 મેના દિવસે થશે મોટી જાહેરાત

    સમયાંતરે મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું - 7મા પગાર પંચ મુજબ જાન્યુઆરી 2023 માટે મોંઘવારી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે, ઔદ્યોગિક કામદારો માટે ફુગાવાનો આંકડો હંમેશા એકસરખો રહેતો નથી. એટલા માટે એ નિશ્ચિત નથી કે મોંઘવારી ભથ્થું દર વર્ષે બે વાર વધારવામાં આવે તો જ 4 ટકાના દરે વધશે. પરંતુ, છેલ્લા ત્રણ વખતથી આવું થઈ રહ્યું છે. વર્ષ 2022માં પણ 4 ટકાનો વધારો થયો હતો.

    MORE
    GALLERIES