

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવતા ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. શુક્રવારે અમદાવાદ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનામાં (Gold rate today) 300 રૂપિયા વધારો થતાં સોનું ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. જોકે, ચાંદીના (Silver price today) ભાવમાં કોઈ ફેરફાર ન થતાં તે 73,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સ્થિત રહી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે નબળા પડતા ડોલર, કેન્દ્રીય બેન્કો તરફથી પ્રોત્સાહન ઉપાયો અને વધતા કોરોના વાયરસના મામલાઓથી સોનામાં સુરક્ષિત રોકાણ વધ્યું છે. પ્રાકૃતિક આપદા, મહામારી અને રાજનૈતિક તણાવ વચ્ચે સોનામાં સુરક્ષિત રોકાણ માનવામાં આવી રહ્યું છે.


અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Ahmedabad) :- અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે ચાંદીમાં દિવસ દરમિયાના ટ્રેડિંગ બાદ બંધ ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો. જેના પગલે ચાંદી ચોરસાનો ભાવ 73,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 72,800 રૂપિયાની ઊંચી સ્થિર રહ્યા હતા.


આ ઉપરાંત અમદાવાદમાં સોનાના 10 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 58,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 57,800 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યું હતું. હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામ 290 રૂપિયાનો વધારો થતાં હોલમાર્ક દાગીના 56,840 રૂપિયાના ભાવે રહ્યા હતા.


સોના-ચાંદીમાં કેમ આવી છે તેજી? નિષ્ણાંતોનું કહેવું છે કે નબળા પડતા ડોલર, કેન્દ્રીય બેન્કો તરફથી પ્રોત્સાહન ઉપાયો અને વધતા કોરોના વાયરસના મામલાઓથી સોનામાં સુરક્ષિત રોકાણ વધ્યું છે. પ્રાકૃતિક આપદા, મહામારી અને રાજનૈતિક તણાવ વચ્ચે સોનામાં સુરક્ષિત રોકાણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવતા ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી.


ગોલ્ડ બોન્ડ સ્કીમ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત - ગોલ્ડ બોન્ડની આ સીરિઝને ઈશ્યુ કરવાની કારીખ 11 ઓગસ્ટ, 2020 હશે. ગોલ્ડ બોન્ડનો સમયગાળો 8 વર્ષનો હોય છે. તેમાં પાંચમા વર્ષ બાદ તમારી પાસે એક્ઝિટનો વિકલ્પ હોય છે. ગોલ્ડ બોન્ડ્સનું વેચાણ બેન્કો, નક્કી કરેલ પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા સીધી રીતે અથવા તેમના એજન્ટ દ્વારા થાય છે. કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછો 1 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. (તમામ પ્રતિકાત્મક તસવીરો)