નવી દિલ્હી. સોનાની કિંમત (Gold Prices)માં આજે રાહત મળી છે. વૈશ્વિક દરોમાં ઘટાડાની વચ્ચે ભારતીય બજારોમાં આજે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવારે સોનાનો ભાવ 0.20 ટકા ગબડીને 48,455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. એડીએફસી સિક્યુરિટીઝ અનુસાર, નબળી માંગને કારણે સોનાના ભાવમાં આ ઘટાડો આવ્યો છે. સોનાની સાથે ચાંદીની કિંમત (Silver Price Today)માં પણ મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 0.45 ટકા ઘટ્યા બાદ 71,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)
અહીં ચેક કરો સોના-ચાંદીનો ભાવ (Gold Silver Price Today): મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,455 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ ચાંદી પણ ઘટાડા બાદ 71,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. નોંધનીય છે કે ગત સત્રમાં સોનું 0.26 ટકા વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)
સોનાના ભાવમાં આવી શકે છે તેજી- એક્સપર્સ્ધ મુજબ, હજુ સોના-ચાંદીના ભાવમાં વધુ તેજી આવી શકે છે. કોરોના વાયરસ સોનાની કિંમતોમાં તેજીનું એક કારણ હોઈ શકે છે. હાલમાં સામે આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. એક્સપર્ટ્સનું માનવું છે કે આવનારા સમયમાં સોનું 50 હજારને પાર કરશે તેથી રોકાણના હિસાબથી આ યોગ્ય સમય છે. (પ્રતીકાત્મક તસવીર)