બુધવારે સોના-ચાંદીના ભાવ (Gold Silver Price)માં સતત બીજા દિવસે તેજી જોવા મળી. સોનું મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 10 વાગ્યે લગભગ 107 રૂપિયાની તેજી સાથે 49,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 324 રૂપિયાની તેજી સાથે 65,177 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. નોંધનીય છે કે કાલે સોનું 49,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું અને આજે ઓપનિંગ 49,566 રૂપિયા પર થયું છે. (પ્રતીકાત્મક તસવીર)
દિલ્હીના બુલિયન માર્કેટમાં (Gold price in delhi) મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડાના કારણે સોનું 514 રૂપિયાની તેજી સાથે 48,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. HDFC સિક્યુરિટીઝ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ચાંદીના ભાવમાં પણ 1,046 રૂપિયાની તેજીની સાથે 63,612 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. (પ્રતીકાત્મક તસવીર)
કમૂરતાના ચાલતા હોવાને કારણે સોના અને ચાંદીની ડિમાન્ડ આગામી એક મહિના સુધી ઓછી રહી શકે છે. મૂળે, 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમૂતરા છે. એવામાં લગ્ન પ્રસંગો સહિત કોઈ પણ શુભ કાર્ય નથી થતા. જાણકારોનું કહેવું છે કે આ દરમિયાન લોકો સોનું અને ચાંદી ખરીદવાનું ટાળતા હોય છે જેની અસર ડિમાન્ડ પર જોવા મળશે. (પ્રતીકાત્મક તસવીર)