

નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Rate)માં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ગોલ્ડ વાયદાનો ભાવ 0.3 ટકા ગબડીને 50,180 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. સતત ચોથા દિવસે તેમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી પણ 0.8 ટકાના ઘટાડા સાથે 62,043 પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે. સોનું (Gold Price) આજે લગભગ 450 રૂપિયા સસ્તું થયું, જ્યારે ચાંદી (Silver Price) 718 રૂપિયા સસ્તું થયું છે. ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો, તેમાં હવે 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવી ચૂક્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


વૈશ્વિક બજારમાં પણ ઘટાડો - આજે વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ડૉલરે સોના પર દબાણ ઊભું કર્યું છે. સાથોસાથ કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine)ને લઈને આશા પણ સોના પર ભારે પડતી હોય એવું લાગી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકા સસ્તું થઈને 1869.86 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું છે. અહીં ચાંદી 0.3 ટકાના ઘટાડા સાથે 24.24 ડૉલર પ્રતિ ઔંસ પર છે. (પ્રતીકાત્મક તસવીર)


એનલિસ્ટ્સનું કહેવું છે કે 1850 ડૉલર પ્રતિ ઔંસ પાર કર્યા બાદ પણ સોનાનો ભાવ 1900 ડૉલરના સ્તરને સ્પર્શી નથી શકતો.અનેક કારણોથી સોનું આ રેન્જમાં કારોબાર કરી રહ્યું છે. કોરોના વાયરસ વેક્સીનને લઈ આવી રહેલા સમાચારોએ સોના પર દબાણ ઊભું કર્યું છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોના વેક્સીન ક્યાં સુધીમાં લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)


ડૉલર ઇન્ડેક્સમાં 0.16 ટકાની તેજી જોવા મળી છે. આ કારણથી બીજી કરન્સી રાખનારા માટે સોનું મોંઘું સાબિત થઈ રહ્યું છે. Pfizerએ બુધવારે કહ્યું કે તેમની કોવિડ-19 વેક્સીન 95 ટકા સુધી પ્રભાવછી છે અને USFDA દ્વારા ઇમરજન્સીમાં ઉપયોગ માટે સુરક્ષા માપદંડોમાં યોગ્ય પૂરવાર થઈ છે. Pfizer હવે અમેરિકા અને યૂરોપિયન નિયામકોથી મંજૂરી પ્રાપ્ત કરશે. કપનીનો દાવો છે કે અપેક્ષા મુજબના પરિણામ આવશે તો ક્રિસમસ પહેલા તેમની વેક્સીન બજારમાં આવી જશે. (પ્રતીકાત્મક તસવીર)


ગોલ્ડ ઇટીએફથી પણ મોહભંગ- ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Gold ETF)માં પણ રોકાણકારોએ ઓછો રસ દર્શાવ્યો છે. બુધવારે એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.60 ટકા ઓછું થઈને 1219 ટન સુધી રહી ગયું છે. આ દુનિયાની સૌથી મોટું ગોલ્ડ ઇટીએફ છે. (પ્રતીકાત્મક તસવીર)