નવી દિલ્હી : આ વર્ષે માર્ચ મહિનાથી સમગ્ર વિશ્વ કોરોનાની ઝપટમાં આવી ગયું છે. આ સ્થિતિમાં સૌને સોનું (Gold) સુરક્ષિત રોકાણ જેવું લાગી રહ્યું છએ. જેના કારણે સોનામાં ખૂબ રોકાણ થઈ રહ્યું છે. અમેરિકામાં કોવિડ-19ની વેક્સિનના સમાચારોના કારણે સોનાની કિંમતોમાં કડાકો બોલી રહ્યો છે. ગોલ્ડ ઇટીએફ (Gold ETF)માં પણ રોકાણકારોને રસ પડી રહ્યો નથી. ઑગસ્ટના રેકોર્ડબ્રેક (Gold Price Today) ભાવ કરતાં હાલમાં સોનાનો એક તોલાનો ભાવ 6,000 રૂપિયા ઓછો છે. પ્રતિકાત્મક તસવીર
કોરોનાની પ્રભાવશાળી રસીના સમાચાર સાંભળતાની સાથે જ સોનાની બજારમાં (Gold Price) કડાકો બોલ્યો છે. સોનાના એક તોલા ભાવમાં રૂપિયા 1,000 સુધીનો કડાકો બોલ્યો છે. એકસ્પર્ટના મતે હજુ પણ સોનાના ભાવ ગગડશે. એક અંદાજ મુજબ નવા (Gold MCX) વર્ષ સુધીમાં હાલની કિંમત કરતાં સોનાના ભાવમાં રૂપિયા 5,000નો કડાકો બોલી શકે છે.
અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે તેમની કોરોનાની રસી ત્રીજા તબક્કામાં 95 ટકા જેટલી અસરકારક સાબિત થઈ છે. અમેરિકામાં અન્ય એક કંપની મૉર્ડનાનો દાવો છે કે તેમની વેક્સિન 94.5% જેટલી કારગર નીવડી છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ ભારતમાં આગામી સમયમાં રસી ઉપલબ્ધ થાય તેવો દાવો કર્યો છે. ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીએ કહ્યું છે કે તેમની રસી 90% સુધી કારગર છે. સીરમ ઑક્સફૉર્ડના વેક્સિન પ્રોજેકટમાં ભાગીદાર છે. આ તમામ બાબતો સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય પરિબળ છે. પ્રતિકાત્મક તસવીર
એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ટ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18ને જણાવ્યું કે કોરોના વેક્સિન સાથે જોડાયેલા સારા સમાચારો બાદ સોનાની કિમંતમમાં (Gold latest Price) ઘટાડો આવ્યો છે. તેમનું કહેવું છે કે આગામી સમયમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જો વેક્સિન નવા વર્ષે લૉન્ચ થઈ જાય તો સોનાના ભાવ ઘટી શકે છે. આગામી સમયમાં વાયદા બજારમાં સોનાનો ભાવ 45,000 સુધી (Gold MCX) થઈ શકે છે