નવી દિલ્હી. સોના અને ચાંદીની કિંમતો (Gold Silver Price Today)માં આજે તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સોનું વાયદો (Gold Price Today) 0.3 ટકા વધીને બે સપ્તાહના ઉચ્ચ સ્તર 47,445 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 0.3 ટકાના વધારાની સાથે 70,254 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. ગત સત્રમાં સોનામાં 0.11 ટકાની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં 0.18 ટકાનો ઘટાડો આવ્યો હતો. સોનું હાલના સમયે પણ પોતાના ઓલટાઇમ હાઈ રેકોર્ડ સ્તરથી લગભગ 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનામાં રોકાણ કરવાની સુવર્ણ તક- હાલના સમયમાં સોનું રેકોર્ડ લેવલથી 9,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ટ્રેન્ડ રિવર્સલ બાદ ઝડપથી તેની કિંમત પલટાઇ જશે અને તે મોંઘી થઈ જશે. તેથી સોનામાં રોકાણ કરીને સારી કમાજ્ઞી કરી શકાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે સોનાએ 28 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું. તેના એક વર્ષ પહેલા પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા હતું. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો સોનું ખૂબ સુરક્ષિત અને સારું વિકલ્પ છે. (પ્રતીકાત્મક તસવીર)
જૂન મહિનામાં સોના અને ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?- એચડીએફસી સિક્યુરિટીઝ મુજબ, જૂન મહિનામાં સોનું 2725 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, આ અવધિમાં ચાંદી 71,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 68,148 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે. એટલે કે જૂન મહિનામાં ચાંદી લગભગ 3700 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. (પ્રતીકાત્મક તસવીર)