નવી દિલ્હી : કોરોના વાયરસની વેક્સિનના સમાચારના કારણે બુધવારે વાયદા અને રાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીનાં ભાવમાં (Gold silver Price Today)માં ઘટાડો જોવા મળ્યો છે. કોમોડિટી એક્સચેંજ (MCX)માં પણ સોનાના વાયદમાં 91 રૂપિયાના પ્રતિ તોલાએ કડાકો બોલ્યો છે. ખુલતી બજારે 0.18 ટકાના કડાકા સાથે બજારનો ભાવ રૂપિયા 50,410 રૂપિયા પહોંચી ગયો છે. સિલ્વર ફ્ચૂચરમાં પણ 287 રૂપિયાનો કડાકો બોલ્યો છે. 0.34 ટકાના કડાકા સાથએ ચાંદીનો ભાવ ઘટીને 62,832 રૂપિયાએ પહોંચી ગયો છે. દરમિયાન રાષ્ટ્રીય બજારમાં 10મી નવેમ્બરે સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. પ્રતિકાત્મક તસવીર
દરમિયાન સોમવારે કોરોનાવાયરસ રસી વિશેના સારા સમાચારને કારણે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના (Gold price Today) ભાવમાં ભારે ઘટાડો થયો હતો. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં 7 ટકાથી વધુ (Gold price Srump 7%) ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે ટકાવારીના હિસાબે 2013 પછી એક દિવસમાં સોનાનો આ સૌથી મોટો ઘટાડો છે. આ સંકેતોની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળશે.