Gold Price Today: ગુરુવારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આજે સોનું ખરીદો છો તો આપને ઘણી ફાયદો થઈ શકે છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સવારે સોનામાં ઘટાડો જોવા મળ્યો. એપ્રિલના ફ્યૂચર ટ્રેડ 145 રૂપિયાના ઘટાડાની સાથે 47,868 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચાંદી (Silver Price Today)નો માર્ચ ફ્યૂચર ટ્રેડ 604 રૂપિયાના ઘટાડાની સાથે 68,322 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીના ભાવ – વિશેષમાં આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો આજે અહીં પણ ગોલ્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 4.35 ડૉલરના ઘટાડાની સાથે 1,837.92 ડૉલર પ્રતિ ઔંસના રેટ પર થઈ રહ્યો છે. આ ઉપરાંત ચાંદી પણ 0.18 ડૉલરના ઘટાડાની સાથે 26.86 ડૉલરના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. (પ્રતીકાત્મક તસવીર)
દિલ્હી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ - દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ 38 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયો. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાના નવા ભાવ હવે 47,576 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા હતા. આ ઉપરાંત દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો. બુધવારે તેનો ભાવ 783 રૂપિયા ઘટીને 68,884 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
જાન્યુઆરીમાં Gold ETFમાં થયો વધારો - જાન્યુઆરી મહિનામાં Gold ETFમાં 625 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જે તેના અગાઉના મહિનાની તુલનામાં 45 ટકા વધુ હતું. એએમએફઆઇના આંકડાઓ Gold ETFમાં રોકાણ ડિસેમ્બરના અંતમાં 14,174 કરોડ રૂપિયાની સામે જાન્યુઆરી અંતમાં 22 ટકાના વધારાની સાથે 14,481 રૂપિયા થઈ ગયું. (પ્રતીકાત્મક તસવીર)
જાણો શું કહે છે એક્સપર્ટ - મની કન્ટ્રોલ મુજબ, બજાર એક્સપર્ટ્સે રોકાણકારોને 47,580 રૂપિયાના ડીપ પર ગોલ્ડમાં રોકાણ કરવાની સલાહ આપી છે, જેથી 49,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ટાર્ગેટ પર તેને વેચને નફો કમાવી શકાય. Prithvi Finmartના ડાયરેક્ટર મનોજ જૈને MoneyControlને જણાવ્યું કે સોના અને ચાંદીના ભાવમાં હજુ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે. સોનું 1858 ડૉલર અને ચાંદી 28.55 ડૉલરના રેસિસ્ટન્ટ ફેસ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)