નવી દિલ્હી. સોના અને ચાંદીની કિંમતો (Gold Silver Price Today)માં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. એવામાં જો તમે સોનું ખરીદવાનું (Gold Investment) વિચારી રહ્યા છો તો આ સારી તક છે. નોંધનીય છે કે, ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, આજે 22 કેરેટ સોનાનો (22 Carat Gold Rates) ભાવ 46,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ ઉપરાંત જો ચાંદી (Silver Price Today)ની વાત કરીએ તો તેના ભાવમાં પણ આજે નરમી જોવા મળી છે. (પ્રતીકાત્મક તસવીર)
ચેક કરો સોનાની કિંમત (Gold Price Today, 13 July 2021)- દિલ્હીમાં 22 કેરેજ્ઞ સોનાની કિંમત 46,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, મુંબઈમાં 46,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નઈ અને કોલકાતામાં 45,070 રૂપિયા અને 47,370 રૂપિયા રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આવી જ રીતે 24 કેરેટ સોનાની કિંમત (24 Carat Gold Rates)ની વાત કરીએ તો તે દિલ્હીમાં 50,850 રૂપિયા, મુંબઈમાં 47,710 રૂપિયા, ચેન્નઈમાં 49,170 રૂપિયા અને કોલકાતામાં આ ભાવ 50,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)