નવી દિલ્હી: આજે સોના-ચાંદીના ભાવોમાં ((Gold Silver Price Today, 28 May 2021) મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા 354નો ઘટાડો થયો છે. સોનાની તુલનામાં એક કિલો ચાંદીના (Silver Prices) ભાવમાં થોડો ઘટાડો છે. શુક્રવારે, એમસીએક્સ (MCX) પર સોનાનો દર 0.29% ઘટીને રૂ. 48,440 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જુલાઈ વાયદો ચાંદી 71,395 રૂપિયા પર કારોબાર કરી રહી છે.
નિષ્ણાંતોના મતે સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. સોનાના ભાવમાં વધારો થવાનું એક કારણ કોરોના વાયરસ હોઈ શકે છે. તાજેતરના અહેવાલમાં, એવું કહેવામાં આવ્યું છે કે, આવતા મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. નિષ્ણાતો માને છે કે, આવનારા સમયમાં સોનું 50 હજારને પાર કરી જશે, તેથી રોકાણ માટે આ યોગ્ય સમય છે.