

નવી દિલ્હી : ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) અઠવાડિયાના બીજા દિવસે દિલ્હીની રાષ્ટ્રીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે, સ્થાનિક બજારમાં સોનાની અત્યારસુધીની રેકોર્ડ બ્રેક કિંમત 56,200ની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ 5616 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ઘટીને રૂપિયા 50,584 પ્રતિ 10 ગ્રામ થયો છે, એક મહિનામાં સોનાની કિંમતમાં 5616 રૂપિયાનો રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. જ્યારે ઑગસ્ટમાં ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો જે આજે ગગડીને રૂપિયા 61,250 થયા છે આમ ચાંદીની કિંમતમાં પણ 18,118 રૂપિયાનો કડાકો બોલ્યો છે. પ્રતિકાત્મક તસવીર


અઠવાડિયાના પ્રથમ દિવસે કૉમોડિટી એક્સચેન્જમાં (MCX Multi Commodity Exchange) પર સોનાનો ડિસેમ્બર વાયદો 0.2 ટકા ઘટીને રૂ 50,584 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.35 ટકા તૂટી રૂ .61,882 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 0.24 ટકાનો વધારો થયો હતો અને ચાંદીમાં 0.6 ટકા વધ્યો હતો. પ્રતિકાત્મક તસવીર


વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસએના આર્થિક પેકેજ નજર રાખી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ સોનાના ભાવમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાઈ અને 1898.16 ડૉલર પ્રતિ ઔસ કિંમત નોંધાઈ છે. અન્ય ધાતુની કિંમતમાં ચાંદી 0.3% ટકા ગગડીને 24.43 ડૉલર પ્રતિ ઔસ આવી ગઈ છે. જ્યારે પ્લેટિન અને પેલેડિયમની 0.1 ટકા વધીને 875.85 ડૉલર પર પહોંચી ગઈ છે. પ્રતિકાત્મક તસવીર


સમીકરણો બદલાયા : નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી બાદ ફરી એક વાર સોનાના ભાવમાં તેજી આવી શકે છે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું સૌથી ઊંચા ભાવે પહોંચી શકે છે. સોનામાં દરેક 500-600 રૂપિયાના કડાકા વખતે રોકામ કરવું યોગ્ય છે. એક્સપર્ટનું માનવું છે દિવાળી ફરી સોનું 52500થી 53000 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે. પ્રતિકાત્મક તસવીર