

નવી દિલ્હી : ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) અઠવાડિયાના પ્રથમ દિવસે દિલ્હીની રાષ્ટ્રીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે, સ્થાનિક બજારમાં સોનાની અત્યારસુધીની રેકોર્ડ બ્રેક કિંમત 56,200ની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ઘટીને રૂપિયા 50,437 પ્રતિ 10 ગ્રામ થયો છે, એક મહિનામાં સોનાની કિંમતમાં 5763 રૂપિયાનો રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. જ્યારે ઑગસ્ટમાં ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો જે આજે ગગડીને રૂપિયા 61,250 થયા છે આમ ચાંદીની કિંમતમાં પણ 18750 રૂપિયાનો કડાકો બોલ્યો છે.


અઠવાડિયાના પ્રથમ દિવસે કૉમોડિટી એક્સચેન્જમાં (MCX Multi Commodity Exchange) પર સોનાનો ડિસેમ્બર વાયદો 0.2 ટકા ઘટીને રૂ 50,437 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.7 ટકા તૂટી રૂ .61,250 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો અને ચાંદીમાં 0.2 ટકાનો કડાકો બોલ્યો હતો. પ્રતિકાત્મક તસવીર


વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. સોમવારે, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,900 પ્રતિ ઔઉસના સ્તરને નીચે આવી ગયો છે. . ભૂતકાળમાં, સોનાના ભાવ પર ડૉલરની તીવ્ર અસર જોવા મળી હતી. જોકે, જાણકારોનું કહેવુ છે કે અમેરિકામાં રાહત પેકેજની અનિશ્ચિતાઓના કારણે સોનાની કિંમતો પર ભારે દબાણ છે.


સમીકરણો બદલાયા : નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિવક બજારમાં સોનાની કિંમતમાં મામૂલી બદલાવ સાથે 1898 ડૉલર પ્રતિ ઔસના સ્તર પર આવી ગયું છે. મજબૂત અમેરિકન ડૉલરે સોના પર દબાણ બનાવી રાખ્યું છે પરંતુ દુનિયાના સૌથી મોટા ટ્રેડિંગ એક્સચેન્જમાં શુક્રવારે એસડીપીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 0.27% ઘટીને 1,272.56 ટન રહ્યું હતું.